રીપોર્ટ@ગુજરાત: રાકૈશ ટિકૈત પાલનપુર-બારડોલીમાં ખેડૂત મહાસંમેલન સંબોધશે, જાણો કાર્યક્રમ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરૂદ્ધમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહીતિ અનુસધાર રાકેશ ટિકૈત અંબાજીથી પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે. રાકેશ ટિકૈત પાલનપુર અને બારડોલીમાં ખેડૂત મહાસંમેલન યોજશે. જોકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં રાકેશ ટિકૈત
 
રીપોર્ટ@ગુજરાત: રાકૈશ ટિકૈત પાલનપુર-બારડોલીમાં ખેડૂત મહાસંમેલન સંબોધશે, જાણો કાર્યક્રમ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરૂદ્ધમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહીતિ અનુસધાર રાકેશ ટિકૈત અંબાજીથી પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે. રાકેશ ટિકૈત પાલનપુર અને બારડોલીમાં ખેડૂત મહાસંમેલન યોજશે. જોકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં રાકેશ ટિકૈત ખેડૂતો સાથે પરિસંવાદ કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેડૂત નેતા રાકેશ ટિકૈત 4-5 એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે. ટિકૈત બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં 4 એપ્રિલે દર્શન કરી પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. રાકૈશ ટિકૈત સવારે 11 વાગ્યે અંબાજી પહોચશે. બપોરે 12:30 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. 12:45 વાગ્યે અંબાજીમાં ખેડૂતોનું અભિવાદન કરશે. તે બાદ રાકૈશ ટિકૈત પાલનપુર જવા રવાના થશે. રાકેશ ટિકૈત 2:30 વાગ્યે પાલનપુરમાં આબુ હાઇવે રોડ પર સુરમંદિર સિનેમા સામે આવેલા મેદાનમાં ખેડૂતો સાથે સંવાદ કરશે. તે બાદ સાંજે 5 વાગ્યે ઉંઝા પહોચશે અને ઉમિયા મંદિરમાં દર્શન કરશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાકેશ ટિકૈત પોતાના બે દિવસીય પ્રવાસમાં છેલ્લા દિવસે એટલે કે, 5 એપ્રિલે સવારે 7 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. તે બાદ 10 વાગ્યે કરમસદમાં આવેલા સરદાર નિવાસની મુલાકાત લેશે. તે બાદ વડોદરાના છાનીમાં 11 વાગ્યે ગુરૂદ્વારામાં દર્શન કરશે. બપોરે 3 વાગ્યે બારડોલીમાં સ્વરાજ આશ્રમમાં ખેડૂત સંવાદ કરશે.