રીપોર્ટ@ગુજરાત: માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે 301 દિવસ બાદ આજથી શાળાઓ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આજથી શાળામાં વિદ્યાર્થીઓ આવવાને કારણે ઉત્સાહનો માહોલ છવાયો છે. શાળામાં પણ વિદ્યાર્થીઓને આવકારવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓ ઘરે જ ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યાં હતા. ત્યારે આજથી એટલે 11મી જાન્યુઆરીથી 301 દિવસ બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા
 
રીપોર્ટ@ગુજરાત: માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે 301 દિવસ બાદ આજથી શાળાઓ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજથી શાળામાં વિદ્યાર્થીઓ આવવાને કારણે ઉત્સાહનો માહોલ છવાયો છે. શાળામાં પણ વિદ્યાર્થીઓને આવકારવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓ ઘરે જ ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યાં હતા. ત્યારે આજથી એટલે 11મી જાન્યુઆરીથી 301 દિવસ બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા તથા કોલેજો શરૂ થઇ છે. આજથી શાળામાં વિદ્યાર્થીઓ આવવાને કારણે ઉત્સાહનો માહોલ છવાયો છે. શાળામાં પણ વિદ્યાર્થીઓને આવકારવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં શાળા ગત માર્ચ મહિનાની 16 તારીખથી બંધ છે. ગુજરાત યુનિવર્સિટીના પીજી ડિપાર્ટમેન્ટ પણ આજથી શરૂ થશે. સંલગ્ન કોલેજોમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવાયા છે. આશરે 6000 વિદ્યાર્થીઓ પીજી ડિપાર્ટમેન્ટમાં આવે તેવી શક્યતા છે. કોલેજોમાં કેટલા વિદ્યાર્થીઓને બોલાવવા તે પ્રિન્સિપાલ નક્કી કરશે. ફરીથી શૈક્ષણિક માહોલ ઉભો કરવા પ્રયાસ કરવામાં આવશે. જીટીયુના પીજી ડિપાર્ટમેન્ટ અને સંલગ્ન કોલેજોમાં પણ પીજી અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને બોલાવાશે. કોલેજોમાં પચાસ ટકા વિદ્યાર્થીઓને જ બોલાવાશે. સ્કૂલોમાં સીબીએસઈની સ્કૂલો ઉત્તરાયણ બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ગાંધીનગરમાં કલોલની સ્કૂલ ખાતે હાજર રહેશે. અમદાવાદમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ પૂર્વમાં વસ્ત્રાલની સ્કૂલ ખાતે હાજર રહેશે. કોલેજોમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને વેલકમ કિટ આપી સ્વાગત કરાશે અને સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓનુ સ્વાગત કરાશે પરંતુ સ્કૂલો ઈચ્છે તો વિદ્યાર્થીઓને સેનેટાઈઝર અને માસ્ક આપી શકે છે. જોકે સરકારે સ્કૂલોને તમામ પ્રકારની તૈયારી-સુવિધા રાખવા આદેશ કર્યો છે અને તમામ ડીઈઓને ખડેપગે રહેવા તેમજ સતર્ક રહેવા આદેશ કર્યો છે. અમદાવાદશ હેર અને ગ્રામ્ય ડીઈઓ પણ તેમની ટીમ સાથે પ્રથમ દિવસે સ્કૂલોની મુલાકાત લઈ મોનિટરિંગ કરશે.