રીપોર્ટ@ગુજરાત: માંગણી નહીં સ્વિકારાય ત્યાં સુધી હડતાલ યથાવત: આરોગ્ય કર્મચારીઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઇ અડગ હોય તેમ હડતાલ યથાવત છે. છેલ્લા એક સપ્તાહથી વિવિધ માંગો સાથે હડતાલ પર બેસેલાં કર્મચારીઓ સામે એપેડમીક એક્ટ હેઠળ પગલાં લેવાની વાત પણ સરકારે કરી છે. જોકે પોતાના પ્રશ્નોને લઇ અડગ મને હડતાલ પણ બેસેલાં કર્મચારીઓએ હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કર્યો
 
રીપોર્ટ@ગુજરાત: માંગણી નહીં સ્વિકારાય ત્યાં સુધી હડતાલ યથાવત: આરોગ્ય કર્મચારીઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઇ અડગ હોય તેમ હડતાલ યથાવત છે. છેલ્લા એક સપ્તાહથી વિવિધ માંગો સાથે હડતાલ પર બેસેલાં કર્મચારીઓ સામે એપેડમીક એક્ટ હેઠળ પગલાં લેવાની વાત પણ સરકારે કરી છે. જોકે પોતાના પ્રશ્નોને લઇ અડગ મને હડતાલ પણ બેસેલાં કર્મચારીઓએ હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યભરમાં કોરોનાકાળ, રસીકરણ અને બર્ડફ્લુના કપરા કાળ વચ્ચે આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગને લઇ હડતાલ પર ઉતર્યા છે. જેને લઇ આજે મળેલી જિલ્લા આરોગ્ય કર્મચારીઓની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. જેમાં માંગણી નહીં સ્વિકારાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેવું બેઠક બાદ જાહેર કરવામાં આવ્યુ છે. નોંધનિય છે કે, રાજ્યનાં 33 જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોગ્ય કર્મચારીઓની માંગ છે કે, સરકાર પહેલા અમને સાંભળે. સરકાર દ્વારા ધમકીઓના લેટર મોકલાયા છે પણ અમે ડરીશું નહીં અને અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં નહી એવા ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સરકાર સામે ઝુકીશું નહીં. અમે જ્યારે કોરોનાકાળમાં અવિરત કાર્ય કર્યું છે, પરિવારની ચિંતા કર્યા વિના કામ કર્યું અને અત્યારે સરકાર કર્મચારીઓને ડરાવવાનો પ્રયત્ન કરે છે. અમારી માંગણીઓ પૂર્ણ નહી થાય ત્યાં સુધી અમે હડતાલ ચાલુ જ રાખીશું.