રીપોર્ટ@ગુજરાત: ચોમાસુ સત્રના આજે અંતિમ દિવસે વિધાનસભા ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત વિધાનસભાન ચોમાસું સત્રનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે ગૃહના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થનાર છે. આજે વિધાનસભાની શરૂઆત પ્રશ્નોતરી કાળથી શરૂ થશે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે.આજે ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવશે ત્યારે વિપક્ષ કેગના રિપોર્ટ આધારે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરશે. સત્રનો
 
રીપોર્ટ@ગુજરાત: ચોમાસુ સત્રના આજે અંતિમ દિવસે વિધાનસભા ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત વિધાનસભાન ચોમાસું સત્રનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે ગૃહના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થનાર છે. આજે વિધાનસભાની શરૂઆત પ્રશ્નોતરી કાળથી શરૂ થશે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે.આજે ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવશે ત્યારે વિપક્ષ કેગના રિપોર્ટ આધારે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરશે. સત્રનો પ્રથમ દિવસ મહત્વનો રહ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિધાનસભાના અંતિમ દિવસે બે વિધેયક રજુ થશે. ભારતનું ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયક અને કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત કોવીડ કાળમાં અમદાવાદના નવરંગપૂરાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 જેટલા કોવીડ દર્દીઓના થયેલા મોત અંગેનો રીપોર્ટ સાથોસાથ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પીટલમાં લાગેલી આગનો રિપોર્ટ ગૃહમાં મુકાશે.આ ઉપરાંત વિવિધ સમિતિઓમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ચૂંટણીની જાહેરાત અધ્યક્ષ કરશે.સાથોસાથ અંતિમ દિવસનો પ્રસ્તાવ ગૃહમાં રજુ થશે.