રીપોર્ટ@ગુજરાત: માસ્કનો નિયમ ભંગ કરનારને ફરજીયાત કોવિડ સેન્ટરમાં કામ કરાવો: હાઇકોર્ટ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે હજુ પણ લોકો રોડ પર માસ્ક વગર ફરી રહ્યાં હોવાનું જોવા મળે છે. ત્યારે માસ્ક ન પહેરનારા લોકોને હવે ફરજિયાત કોમ્યુનીટી સર્વિસ આપવી પડશે. હાઇકોર્ટે સરકારને જાહેરનામું બહાર પાડી માસ્ક ન પહેરનારને ફરજિયાત કોવિડ સેન્ટરમાં કામ કરવા અંગે જણાવ્યું છે. માસ્ક નહીં પહેરનારને 5થી 10 દિવસ સુધી કોવિડ સેન્ટરમાં
 
રીપોર્ટ@ગુજરાત: માસ્કનો નિયમ ભંગ કરનારને ફરજીયાત કોવિડ સેન્ટરમાં કામ કરાવો: હાઇકોર્ટ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે હજુ પણ લોકો રોડ પર માસ્ક વગર ફરી રહ્યાં હોવાનું જોવા મળે છે. ત્યારે માસ્ક ન પહેરનારા લોકોને હવે ફરજિયાત કોમ્યુનીટી સર્વિસ આપવી પડશે. હાઇકોર્ટે સરકારને જાહેરનામું બહાર પાડી માસ્ક ન પહેરનારને ફરજિયાત કોવિડ સેન્ટરમાં કામ કરવા અંગે જણાવ્યું છે. માસ્ક નહીં પહેરનારને 5થી 10 દિવસ સુધી કોવિડ સેન્ટરમાં કામ કરવું પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાઇકોર્ટે માસ્ક નહીં પહેરનારા લોકો સામે જાહેરનામું બહાર પાડવા સરકારને આદેશ આપ્યો છે. જેમાં માસ્ક નહીં પહેરવાના નિયમનો ભંગ કરનારને રોજના 4થી 6 કલાક સફાઇ, ભોજપ, હાઉસ કિપિંગનું કામ કરવું પડશે. સરકાર મહિલા-પુરૂષની વયના આધારે કામગીરીનો પ્રકાર નક્કી કરે. ગુજરાતમાં માસ્ક ન પહેરનારને કોવિડ સેન્ટરમાં કામ કરવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે. હાઇકોર્ટના આ નિર્ણયને સુરતવાસીઓએ આવકાર્યો છે. માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહીની તરફેણ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના પગલે હાઇકોર્ટે માસ્ક ન પહેરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને જાહેરનામું બહાર પાડવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટે માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે લાલ આંખ કરતાં કહ્યું છે કે, તેઓને ફરજિયાત કોવિડ સેન્ટરમાં કામ કરાવો. આમ હાઇકોર્ટે રાજ્ય સરકારને જે લોકોએ માસ્ક ન પહેર્યું હોય તેવાને કોવિડ સેન્ટરમાં કામ કરવું પડશે તેવું જાહેરનામું બહાર પાડવાનો આદેશ કર્યો છે.