રીપોર્ટ@ગુજરાત: ધોરણ-10ની પરીક્ષા યોજવા કોણે શિક્ષણમંત્રીને લેખિતમાં કરી રજુઆત ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાની મહામારીના સમયમાં વાલી અને વિદ્યાર્થીઓનો એક વર્ગ ધોરણ દસની પરીક્ષા નહીં યોજવાની તરફેણમાં છે. પણ સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળે ધોરણ 10ની પરીક્ષા યોજવાની રાજ્ય સરકાર અને શિક્ષણમંત્રી ભુપેંદ્રસિંહ ચૂડાસમાને લેખિતમાં રજુઆત કરી છે. સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળની કોર કમિટી, કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા પછી રજૂઆત થઈ
 
રીપોર્ટ@ગુજરાત: ધોરણ-10ની પરીક્ષા યોજવા કોણે શિક્ષણમંત્રીને લેખિતમાં કરી રજુઆત ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાની મહામારીના સમયમાં વાલી અને વિદ્યાર્થીઓનો એક વર્ગ ધોરણ દસની પરીક્ષા નહીં યોજવાની તરફેણમાં છે. પણ સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળે ધોરણ 10ની પરીક્ષા યોજવાની રાજ્ય સરકાર અને શિક્ષણમંત્રી ભુપેંદ્રસિંહ ચૂડાસમાને લેખિતમાં રજુઆત કરી છે. સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળની કોર કમિટી, કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા પછી રજૂઆત થઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્વનિર્ભર શાળા સંચાલક મંગળ-ગુજરાતના પ્રમુખ ભરત ગાજીપરાએ રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું કે અમારી કોર કમિટી અને કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધીઓ સાથે થયેલી ચર્ચા મુજબ પરીક્ષા લેવાવી જ જોઈએ. કારણ કે આ પરીક્ષા ન લેવાય તો તમામ વિદ્યાર્થી માસ પ્રમોશનથી ધોરણ 11માં આવશે અને તમામ માટે કોમર્સ કે સાયંસના વર્ગની વ્યવસ્થા થઈ શકે નહી. રિપિટર વિદ્યાર્થીઓમાં પણ માસ પ્રમોશન મેળનાર વિદ્યાર્થીનું ધોરણ-12નું આવતા વર્ષનું રિઝલ્ટ ખુબ જ નબળુ આવવાની સંભાવના વધી જાય છે. આ સ્થિતિમાં ધોરણ 10ની પરીક્ષા કેટલાક વિકલ્પો સાથે લેવાનું અમે સૂચવીએ છીએ.

આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.