રીપોર્ટ@હિંમતનગર: રાશન રોકવા સુખી લાભાર્થીઓની તપાસ, વાહન માલિકોની યાદી બનશે

અટલ સમાચાર,હિંમતનગર સસ્તા અનાજનો જથ્થો મેળવતાં લાભાર્થીઓમાં સુખી અને ગરીબની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જાહેર નોટીસ આપી સુખી લાભાર્થીઓને સરકારી અનાજનો જથ્થો છોડવાનું કહ્યા બાદ ખાસ પરિણામ નહી મળતાં મોટી કવાયત સામે આવી છે. હિંમતનગર મામલતદારે હવે લાભાર્થીઓ ગાડી કે મોટા વાહન ધરાવે છે કે કેમ ? તે શોધવા આરટીઓને પત્ર લખ્યો છે. જેમાં
 
રીપોર્ટ@હિંમતનગર: રાશન રોકવા સુખી લાભાર્થીઓની તપાસ, વાહન માલિકોની યાદી બનશે

અટલ સમાચાર,હિંમતનગર

સસ્તા અનાજનો જથ્થો મેળવતાં લાભાર્થીઓમાં સુખી અને ગરીબની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જાહેર નોટીસ આપી સુખી લાભાર્થીઓને સરકારી અનાજનો જથ્થો છોડવાનું કહ્યા બાદ ખાસ પરિણામ નહી મળતાં મોટી કવાયત સામે આવી છે. હિંમતનગર મામલતદારે હવે લાભાર્થીઓ ગાડી કે મોટા વાહન ધરાવે છે કે કેમ ? તે શોધવા આરટીઓને પત્ર લખ્યો છે. જેમાં રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશનની અમલવારીનો આધાર લઇ વાહનમાલિકોની યાદી માંગવામાં આવતાં દોડધામ મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાની હિંમતનગર મામલતદાર કચેરીએ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશનની કડક અમલવારી માટે મોટી કવાયત શરૂ કરી છે. રેશનકાર્ડ ધરાવતાં લાભાર્થીઓમાં સુખી પરિવારો શોધવાની ગતિવિધિ વચ્ચે જાત પરીક્ષણની તક અપાઇ હતી. એટલે કે, ગત જુલાઇમાં જાહેર નોટીસ આપી સુખી લાભાર્થીઓને સરકારી અનાજનો જથ્થો નહી લેવા અપીલ કરવામાં આવી હતી. જોકે હવે સમગ્ર બાબતે વળાંક આવ્યો હોય તેમ વાહનમાલિકીને આધારે સુખી લાભાર્થીઓને શોધવા મથામણ શરૂ કરી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, હિંમતનગર મામલતદારે સાબરકાંઠા જીલ્લાના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને પત્ર લખ્યો છે. જેમાં ચાર, છ કે તેથી વધુ પૈડાવાળાં વાહનો ધરાવતાં વ્યક્તિ યાદી આપવા જણાવ્યુ છે. તાલુકા વિસ્તારના ગામ વાર વાહનમાલિકોની વિગતો માટે શોધખોળ શરૂ કરવામાં આવતાં સરકારી પુરવઠા આલમમાં દોડધામ મચી ગઇ છે. પત્રમાં આર્થિક સમૃધ્ધ રેશનકાર્ડ ધારકોએ ખોટી માહિતી રજૂ કરી સરકારી અનાજનો લાભ મેળવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.