રીપોર્ટ@કડી: પોલીસ અને દારૂકાંડ, એવી કેનાલ જ્યાં મળી રહી છે દારૂની બોટલો

અટલ સમાચાર, મહેસાણા કડી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલથી વારંવાર દારૂની બોટલો મળી આવતાં ચકચાર મચી ગઇ છે. લોકડાઉન અને અનલોક દરમ્યાન કડી પોલીસ મથકે જપ્ત કરેલ દારૂ અને તે સિવાયના અન્ય દારૂની બોટલો વેચી માર્યાની ફરીયાદને પગલે તપાસમાં ઘટસ્ફોટ થઇ રહ્યા છે. 2 પીઆઇ સહિતની અટકાયત અને પુછપરછ વચ્ચે દારૂની શોધખોળ તેજ
 
રીપોર્ટ@કડી: પોલીસ અને દારૂકાંડ, એવી કેનાલ જ્યાં મળી રહી છે દારૂની બોટલો

અટલ સમાચાર, મહેસાણા

કડી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલથી વારંવાર દારૂની બોટલો મળી આવતાં ચકચાર મચી ગઇ છે. લોકડાઉન અને અનલોક દરમ્યાન કડી પોલીસ મથકે જપ્ત કરેલ દારૂ અને તે સિવાયના અન્ય દારૂની બોટલો વેચી માર્યાની ફરીયાદને પગલે તપાસમાં ઘટસ્ફોટ થઇ રહ્યા છે. 2 પીઆઇ સહિતની અટકાયત અને પુછપરછ વચ્ચે દારૂની શોધખોળ તેજ બની છે. તરવૈયાઓ દ્રારા નરસિંહપુરા કેનાલમાંથી અઠવાડીયામાં બે વાર દારૂની બોટલો શોધી લેવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ સહિત અનેક કર્મચારીઓ વિરૂધ્ધ દારૂના વેચાણની ફરીયાદ દાખલ થયેલી છે. જેમાં પુછપરછ અને રીમાન્ડની કાયદાકીય ગતિવિધિ સાથે-સાથે વેચી દીધેલ અને કેનાલમાં ફેંકી દીધેલ દારૂની બોટલો શોધવામાં આવી રહી છે. તપાસ ટીમે તરવૈયાઓની મદદથી અગાઉ કેનાલમાંથી મોટી સંખ્યામાં દારૂની બોટલો શોધી લીધા બાદ ફરીથી 100 જેટલી બોટલો મળી આવી છે. આ કેનાલમાંથી વારંવાર દારૂની બોટલો મળી આવતાં પોલીસ અને દારૂકાંડ સાથે-સાથે કેનાલ પણ દારૂની બોટલો માટે જાણીતી બનતી જાય છે.

રીપોર્ટ@કડી: પોલીસ અને દારૂકાંડ, એવી કેનાલ જ્યાં મળી રહી છે દારૂની બોટલો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કડી પોલીસ મથકના તત્કાલિન 6થી વધુ કર્મચારીઓ દારૂ વેચાણમાં આરોપી બન્યા છે. જેમાં એક તરફ પુછપરછ અને બીજી તરફ દારૂની બોટલો શોધી કેસ માટેના પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સરેરાશ 3 વખત નરસિંહપુરા કેનાલમાંથી દારૂની બોટલો અલગ-અલગ સંખ્યામાં મળી આવતાં દારૂકાંડની તપાસ મજબૂત રીતે આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં કસુરવારોની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.