રીપોર્ટ@ખેડબ્રહ્મા: પાલિકાના ચીફ ઓફીસર સહિત 3 કર્મીને કોરોના, કચેરીનું કામ ઠપ્પ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ હોય તેમ આજે ખેડબ્રહ્મા પાલિકાના ચીફ ઓફીસર સહિત ત્રણ કર્મચારી પોઝિટીવ જાહેર થયા છે. આ તરફ કોરોનાનાં સામેની લડાઇમાં જોતરાયેલા સરકારી કર્મચારીઓ અને તે પણ ઉચ્ચ હોદ્દા પરથી કોરોના સામેની લડાઇમાં એક્ટિવ અધિકારીઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે. કોરોના પોઝિટીવ જાહેર થયેલા તમામને આઇસોલેશન વોર્ડમાં મોકલી
 
રીપોર્ટ@ખેડબ્રહ્મા: પાલિકાના ચીફ ઓફીસર સહિત 3 કર્મીને કોરોના, કચેરીનું કામ ઠપ્પ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ હોય તેમ આજે ખેડબ્રહ્મા પાલિકાના ચીફ ઓફીસર સહિત ત્રણ કર્મચારી પોઝિટીવ જાહેર થયા છે. આ તરફ કોરોનાનાં સામેની લડાઇમાં જોતરાયેલા સરકારી કર્મચારીઓ અને તે પણ ઉચ્ચ હોદ્દા પરથી કોરોના સામેની લડાઇમાં એક્ટિવ અધિકારીઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે. કોરોના પોઝિટીવ જાહેર થયેલા તમામને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા આરોગ્ય તંત્ર દ્રારા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાની ખેડબ્રહ્મા પાલિકાના ચીફ ઓફીસર અને અન્ય ત્રણ કર્મચારીઓ કોરોના પોઝિટીવ જાહેર થયા છે. જેને લઇ ખેડબ્રહ્મા નગરપાલિકા કચેરીનુ કામકાજ 6 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરાઇ છે.