રીપોર્ટ@ખેડબ્રહ્મા: ગ્રાન્ટના અભાવે લાભાર્થીઓના “આવાસ” અધ્ધરતાલ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ તંત્રની ગંભીર બાબતને લઇ ભારે પરેશાન થઇ રહ્યા છે. ગ્રામ વિકાસ એજન્સી પાસે ગ્રાન્ટનો અભાવ હોવાથી અનેક આવાસ અધ્ધરતાલ બન્યા હોવાનું સામે આવ્યુ છે. મંજુર પૈકીના હજારો લાભાર્થીઓ પ્રથમ, બીજા કે તૃતિય હપ્તા વિના પોતાના સપનાનું આવાસ ઉભુ કરી શકવા નિષ્ફળ થઇ રહ્યા છે. છેલ્લા દોઢ
 
રીપોર્ટ@ખેડબ્રહ્મા: ગ્રાન્ટના અભાવે લાભાર્થીઓના “આવાસ” અધ્ધરતાલ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ તંત્રની ગંભીર બાબતને લઇ ભારે પરેશાન થઇ રહ્યા છે. ગ્રામ વિકાસ એજન્સી પાસે ગ્રાન્ટનો અભાવ હોવાથી અનેક આવાસ અધ્ધરતાલ બન્યા હોવાનું સામે આવ્યુ છે. મંજુર પૈકીના હજારો લાભાર્થીઓ પ્રથમ, બીજા કે તૃતિય હપ્તા વિના પોતાના સપનાનું આવાસ ઉભુ કરી શકવા નિષ્ફળ થઇ રહ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી ડીઆરડીએ અને તાલુકા પંચાયતો ગ્રાન્ટના અભાવે લાભાર્થીઓ સમક્ષ સવાલોમાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી છે. સાબરકાંઠા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીને વર્ષ 2019-20માં મળેલ ટાર્ગેટ પૈકી અનેક આવાસ સંપુર્ણ રીતે ઉભા થઇ શક્યા નથી. ખાસ કરીને ખેડબ્રહ્મા તાલુકામાં 500થી વધુ આવાસની મંજૂરી છતાં એકપણ હપ્તો આપી શકાયો ન હોવાનું ડાહ્યાભાઇ નામના કર્મચારીએ જણાવ્યુ હતુ. આ સાથે નકશા મુજબ હજારોની સંખ્યામાં આવાસ બની શક્યા નથી.

રીપોર્ટ@ખેડબ્રહ્મા: ગ્રાન્ટના અભાવે લાભાર્થીઓના “આવાસ” અધ્ધરતાલ

સમગ્ર મામલે પ્રધાનમંત્રી આવાસના કર્મચારી તબ્બસુમે જણાવ્યુ હતુ કે, હાલની સ્થિતિએ ગ્રાન્ટ ન હોવાથી સરેરાશ 700થી 800 મંજૂર ફાઇલોના એકપણ હપ્તા આપી શકાયા નથી. આ સાથે જીલ્લાભરમાં હજારોની સંખ્યામાં લાભાર્થીઓ અધુરા મકાનનો સામનો કરતા હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. લાભાર્થીઓને બીજો કે ત્રીજો હપ્તો નહિ મળતાં આગળનું બાંધકામ અત્યંત વિલંબમાં જઇ રહ્યુ છે. આવી સ્થિતિમાં લાભાર્થીઓને વારંવાર તાલુકા પંચાયતોમાં દોડધામ કરવાની નોબત બની છે.