રીપોર્ટ@ખેડબ્રહ્મા: કોરોના મહામારીના સાડા 5 મહિને ફરી લોકડાઉન કરવાની નોબત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા કોરોના મહામારી વચ્ચે ખેડબ્રહ્મા શહેરમાં આજથી સ્વૈચ્છિક 8 દિવસનું લોકડાઉન કરવાનો નિર્ણય પાલિકા અને વિવિધ વેપારી મંડળોએ કર્યો છે. ખેડબ્રહ્મા પંથકમાં સંક્રમણ વિવિધ જગ્યાએ ફેલાયું હોવાની આશંકાએ અને પૂર્વ તૈયારીના ભાગરૂપે કોરોના મહામારીના સાડા પાંચ મહિને ફરી લોકડાઉન કરવાની નોબત બની છે. જોકે હાલની સ્થિતિએ ખેડબ્રહ્મામાં કોરોના વાયરસના 5 કેસ એક્ટિવ હોઇ
 
રીપોર્ટ@ખેડબ્રહ્મા: કોરોના મહામારીના સાડા 5 મહિને ફરી લોકડાઉન કરવાની નોબત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

કોરોના મહામારી વચ્ચે ખેડબ્રહ્મા શહેરમાં આજથી સ્વૈચ્છિક 8 દિવસનું લોકડાઉન કરવાનો નિર્ણય પાલિકા અને વિવિધ વેપારી મંડળોએ કર્યો છે. ખેડબ્રહ્મા પંથકમાં સંક્રમણ વિવિધ જગ્યાએ ફેલાયું હોવાની આશંકાએ અને પૂર્વ તૈયારીના ભાગરૂપે કોરોના મહામારીના સાડા પાંચ મહિને ફરી લોકડાઉન કરવાની નોબત બની છે. જોકે હાલની સ્થિતિએ ખેડબ્રહ્મામાં કોરોના વાયરસના 5 કેસ એક્ટિવ હોઇ તેઓની સારવાર ચાલુ છે. આ તરફ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લેવાયેલ નિર્ણયને લારી-ગલ્લાવાળાઓ પણ સમર્થન આપ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં કોરોના ત્રાસ વધતાં સંક્રમણની ચેન તોડવું જરૂરી હોઇ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક તરફ ગામડાંઓ સુધી પણ કોવિડ-19નું સંક્રમણ પહોંચવા લાગ્યું છે. જેને લઇ ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં 14થી 21 સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે સ્વંયભૂ લોકડાઉનનું નક્કી કરવામાં આવ્યુ છે. નગરપાલિકા અને વિવિધ વેપારી મંડળે આ સ્વંયભૂ બંધ રાખવાના નિર્ણય લીધો છે. જેને લારી-ગલ્લાવાળાઓ પણ સમર્થન આપતાં ખેડબ્રહ્મામાં આઠ દિવસ ધંધા, રોજગાર, દુકાન, બજારો સંપૂર્ણ બંધ રહેશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડબ્રહ્મા શહેરી વિસ્તારમાં 15 અને ગ્રામ્ય વિસ્તારમાં 16 કેસ નોંધાયા હતા. જેમાં 31માંથી 26 ડિસ્ચાર્જ થયા છે અત્યારે 5 કેસ એક્ટિવ છે. કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને વેપારીઓ દ્વારા 14 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી ખેડબ્રહ્મામાં સ્વંયભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસ કોવિડ -19 અંતર્ગત હવે ખેડબ્રહ્મા શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો અટકાવવા ખેડબ્રહ્માના વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે. જ્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં દૂધ, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ તેમજ સરકારી કચેરીઓ અને શાળા-કોલેજો ચાલુ રહેશે.