રીપોર્ટ@ખેરાલુ: જળાશય યોજના છતાં જળ નથી, ધારાસભ્યએ કરી પાણીની માંગ

અટલ સમાચાર, ખેરાલુ(મનોજ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે ખેરાલુ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી સિંચાઇ માટે માણી આપવા માંગ કરી છે. જેમાં સાબરમતી જળાશયનું રીવર્સ કેનાલ દ્રારા પાણી આપવામાં આવે તો ખેડૂતોને સિંચાઇના મામલે મોટી મદદ મળી શકે તેમ હોવાનું ઉમેર્યુ છે. આ સાથે સાબરમતી જળાશય યોજના હોવા છતાં પણ પાણી નહી મળતું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
 
રીપોર્ટ@ખેરાલુ: જળાશય યોજના છતાં જળ નથી, ધારાસભ્યએ કરી પાણીની માંગ

અટલ સમાચાર, ખેરાલુ(મનોજ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે ખેરાલુ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી સિંચાઇ માટે માણી આપવા માંગ કરી છે. જેમાં સાબરમતી જળાશયનું રીવર્સ કેનાલ દ્રારા પાણી આપવામાં આવે તો ખેડૂતોને સિંચાઇના મામલે મોટી મદદ મળી શકે તેમ હોવાનું ઉમેર્યુ છે. આ સાથે સાબરમતી જળાશય યોજના હોવા છતાં પણ પાણી નહી મળતું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણા અને ખેરાલુ તાલુકાના ગામોમાં સિંચાઇના પાણીને લઇ સ્થાનિક ધારાસભ્યએ મુખ્યમંત્રની પત્ર લખ્યો છે. ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરે લખેતા પત્રમાં જણાવ્યુ છે કે, જમીનતળમાં 150થી 200 ફુટે પથ્થરો આવતાં હોવાથી બોર નહિ બનવાને કારણે ખેડૂતો માટે સિંચાઇનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ સાથે વહેલામાં વહલે તકે સાબરમતી જળાશયનું રીવર્સ કેનાલ દ્રારા પાણી મળે રહે તેવી માંગ કરી છે.

 

ધારાસભ્યએ લખેલા પત્રમાં ઉમેર્યુ હતુ કે, જો મારા મતવિસ્તારમાં સાબરમતી જળાશયનું રીવર્સ કેનાલ દ્રારા પાણી આપવામાં આવે તો ખેડૂતો સિંચાઇ માટે વિસ્તાર વાઇઝ પિયત મંડળી બનાવી ખેતી કરશે. આ સાથે ડ્રીપ ઇરીયેશન, ટપક પધ્ધતિ તેમજ ફુવારા પધ્ધતિ સહિતની આધુનિક પધ્ધતિથી પાણીનો સદઉપયોગ કરવામાં આવશે તેમ ઉમેર્યુ હતુ. આ સાથે સિંચાઇના પાણી માટે જરૂરી ભલામણ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.