રિપોર્ટ@લાખણી: સખીમંડળોએ MOUનો ભંગ કર્યો, સત્તાધીશો નતમસ્તક રહ્યા

અટલ સમાચાર, ગિરીશ જોશી લાખણી તાલુકામાં યુધ્ધના ધોરણે શૌચાલય ઉભા કરવા તાલુકા પંચાયતે દોડધામ કરી હતી. જેમાં સખીમંડળો અને ટીડીઓ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. જેમાં પાછળથી ધ્યાને આવ્યું કે, સખીમંડળોએ MOUની જોગવાઈઓનો ભંગ કર્યો છે. જેની સામે કાર્યવાહી કરવાને બદલે ટીડીઓ સહિતના સત્તાધીશો નતમસ્તક રહ્યા છે. આવી સ્થિતિમાં તાલુકા પંચાયતના તત્કાલીન તલાટીથી માંડી ટીડીઓ
 
રિપોર્ટ@લાખણી: સખીમંડળોએ MOUનો ભંગ કર્યો, સત્તાધીશો નતમસ્તક રહ્યા

અટલ સમાચાર, ગિરીશ જોશી

લાખણી તાલુકામાં યુધ્ધના ધોરણે શૌચાલય ઉભા કરવા તાલુકા પંચાયતે દોડધામ કરી હતી. જેમાં સખીમંડળો અને ટીડીઓ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. જેમાં પાછળથી ધ્યાને આવ્યું કે, સખીમંડળોએ MOUની જોગવાઈઓનો ભંગ કર્યો છે. જેની સામે કાર્યવાહી કરવાને બદલે ટીડીઓ સહિતના સત્તાધીશો નતમસ્તક રહ્યા છે. આવી સ્થિતિમાં તાલુકા પંચાયતના તત્કાલીન તલાટીથી માંડી ટીડીઓ સહિતની ભૂમિકા શંકાસ્પદ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં શૌચાલયનું કથિત કૌભાંડ સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યું છે. જેમાં વધુ એક ગંભીર અને મહત્વની બાબત સામે આવી છે. વર્ષ 2018થી 2019 દરમ્યાન અનેક શૌચાલય બનાવવામાં આવ્યા હતા. આ માટે તાલુકા વિકાસ અધિકારી અને સ્થાનિક સખીમંડળો વચ્ચે વાઈબ્રન્ટ સમિટની જેમ MOU થયા હતા. આ એમઓયુ સંદર્ભે કેટલીક શરતો રાખવામાં આવી હતી. સખીમંડળોએ MOUની શરતોનો ભંગ કર્યો છે કે નહિ તેની ખાત્રી કર્યા વિના ચૂકવણું કર્યું હતું. તલાટી, યોજનાનાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને ટીડીઓ સહિતનાએ MOUની જોગવાઈઓને નજરઅંદાજ કેમ કરી ? આ સવાલ સૌથી મોટો બન્યો છે. જેમાં જે તે સખીમંડળોને 48 લાખથી વધુ રકમનું ચૂકવણું સવાલો ઉભા કરી રહ્યું છે.

રિપોર્ટ@લાખણી: સખીમંડળોએ MOUનો ભંગ કર્યો, સત્તાધીશો નતમસ્તક રહ્યા
File Photo

સૂત્રોએ જણાવ્યું હતું કે, MOU નાં ભંગ બદલ ટીડીઓ જે તે સખીમંડળો વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જોકે તત્કાલીન ટીડીઓ અને હાલના વિકાસ અધિકારી પસાભાઇ સેનમા સહિતના નતમસ્તક રહ્યા છે. પારદર્શક તપાસને અંતે સખીમંડળોની ડિપોઝીટ જપ્ત કરવાથી માંડી બ્લેકલિસ્ટ કરવા સુધીના પગલાં ભરવાની સત્તા છતાં બેદરકારી કેમ દાખવી ? આ તમામ સવાલો સરકારી નાણાંના સદુપયોગ માટે અત્યંત જરૂરી હોઇ વહીવટી કાર્યવાહી મહત્વની બની છે.