રીપોર્ટ@લીંબડી: પેટાચૂંટણીનો પ્રચાર કરતાં અમદાવાદના મેયરને લઇ MLAનું ટ્વિટ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આગામી સમયે ગુજરાતમાં આઠ વિધાનસભાઓ ઉપર પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ તરફ આજે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ટ્વિટ કરી મેયરને સવાલો કર્યા છે. કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ પેટાચૂંટણીમાં પ્રચાર કરી રહેલા મેયર બીજલ પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા. લીંબડીમાં પ્રચાર કરવા મુદ્દે ખેડાવાલાએ મેયર બીજલ પટેલને આડેહાથ લીઘા હતા.
 
રીપોર્ટ@લીંબડી: પેટાચૂંટણીનો પ્રચાર કરતાં અમદાવાદના મેયરને લઇ MLAનું ટ્વિટ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આગામી સમયે ગુજરાતમાં આઠ વિધાનસભાઓ ઉપર પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ તરફ આજે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ટ્વિટ કરી મેયરને સવાલો કર્યા છે. કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ પેટાચૂંટણીમાં પ્રચાર કરી રહેલા મેયર બીજલ પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા. લીંબડીમાં પ્રચાર કરવા મુદ્દે ખેડાવાલાએ મેયર બીજલ પટેલને આડેહાથ લીઘા હતા.

અમદાવાદના મેયર બીજલ પટેલ પર પ્રહાર કરતા ખેડાવાલાએ કહ્યું હતુ કે, અમદાવાદના મેયરને લીમડી પેટાચૂંટણીમાં પ્રચાર વખતે કોરોના ના નડયો જ્યારે અ.મ્યુ.કો ની સામાન્ય સભામાં તેમને કોરોના નું ભય નડતો હોય છે અને સભા ઓનલાઇન બોલાવે છે.જ્યારે ભાજપની સભામાં હજારો ની સંખ્યા વચ્ચે સંક્રમણનું ભય નથી દેખાતું પણ માત્ર અમદાવાદના 192 નગરસેવકથી જ સંક્રમિત થઈ જાય છે ? લીંબડીમાં પ્રચાર કરતા મેયરને કોરોનાના ન નડ્યો ? AMCની સભામાં તેમને કોરોનાનો ભય લાગે છે. 192 લોકોની સભામાં હાજર નથી રહેતા અને હજારોની ભીડમાં પ્રચાર કરવા ઉતરી પડ્યા? આ તે કેવી ગાઈડલાઈન છે ?