રીપોર્ટ@માલપુર: ધારાસભ્ય વિરૂધ્ધ FIR કરનાર ફરીયાદી સામે બેંક મેનેજરે ગુનો નોંધાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, માલપુર માલપુર નાગરીક સહકારી બેંકની સભામાં હોબાળા બાદ અગાઉ ધારાસભ્ય સહિતના સામે ફરીયાદ નોંધાઇ હતી. જે બાદમાં હવે નાગરીક બેંકના મેનેજરે સભાસદ કશ્યપ પટેલ સામે કાયદાની બુક અને ઠરાવ બુક ફાડવાની અને મેનેજર સાથે ગાળાગાળી કર્યાની ફરીયાદ નોંધાવી છે. આ સાથે હું ભાજપનો મહામંત્રી છુ તમે મારું કશુ બગાડી નહી શકો
 
રીપોર્ટ@માલપુર: ધારાસભ્ય વિરૂધ્ધ FIR કરનાર ફરીયાદી સામે બેંક મેનેજરે ગુનો નોંધાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, માલપુર

માલપુર નાગરીક સહકારી બેંકની સભામાં હોબાળા બાદ અગાઉ ધારાસભ્ય સહિતના સામે ફરીયાદ નોંધાઇ હતી. જે બાદમાં હવે નાગરીક બેંકના મેનેજરે સભાસદ કશ્યપ પટેલ સામે કાયદાની બુક અને ઠરાવ બુક ફાડવાની અને મેનેજર સાથે ગાળાગાળી કર્યાની ફરીયાદ નોંધાવી છે. આ સાથે હું ભાજપનો મહામંત્રી છુ તમે મારું કશુ બગાડી નહી શકો તેમ કહી ખોટી ધમકીઓ આપી હોવાનું લખાવ્યુ છે. સમગ્ર મામલે નાગરિક બેંકના મેનેજરે ઇસમ સામે માલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાની માલપુર નાગરીક સહકારી બેંકના મેનેજરે સભાસદ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સહકારી બેંકના મેનેજર વસંતકુમાર નવનીતલાઇ મહેતાએ નોંધાવેલ ફરીયાદ મુજબ, સભાસદ કશ્યપ પટેલે તેમની સાથે ગાળાગાળી કરી હતી. આ સાથે સભામાં ઉશ્કેરાઇ જઇ મેનેજર પાસેથી કાયદાની બુક અને ઠરાવ બુક લઇ ફાડી નાંખી તેમજ મેનેજરની ફેંટ પકડી ખેંચતાણ કરી હતી. જ્યાં મને કેમ સભાસદમાંથી દૂર કરવાની નોટીસ આપેલ છે ? તેમ કહી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તાજેતરમાં જ માલપુર નાગરીક સહકારી બેંકની સભામાં હોબાળા બાદ અગાઉ ધારાસભ્ય સહિત પાંચ લોકો સામે ફરીયાદ નોંધાઇ હતી. જે બાદમાં હવે ધારાસભ્ય સામેથી ફરીયાદમાં ફરીયાદી બનેલા કશ્યપ પટેલ સામે જ સહકારી બેંકના મેનેજરે ફરીયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે. માલપુર નાગરીક સહકારી બેંકના મેનેજરે આરોપી કશ્યપ પટેલ સામે આઇપીસી કલમ 392, 427, 186, 504, 406(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.