રીપોર્ટ@મહેસાણા: એકસાથે નવા 38 કેસ આવ્યાં, 34 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ હોઇ આજે એકસાથે નવા 38 કેસ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ આજે જીલ્લામાં 34 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સાથે માસ્ક નહિ પહેરવાને કારણે કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી
 
રીપોર્ટ@મહેસાણા: એકસાથે નવા 38 કેસ આવ્યાં, 34 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ હોઇ આજે એકસાથે નવા 38 કેસ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ આજે જીલ્લામાં 34 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સાથે માસ્ક નહિ પહેરવાને કારણે કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના એકસાથે નવા 38 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે મહેસાણા શહેરમાં એકસાથે 9, ઊંઝા શહેરમાં 5, વિજાપુર શહેરમાં 2 અને વિસનગર શહેરમાં 2 કેસ નોંધાયા છે. આ તરફ મહેસાણા તાલુકાના રામોસણા, ખેરવા, દવાડા, કડવાસણ, દેદીયાસણ અને પાંચોટમાં 1-1, ઊંઝા તાલુકાના સુરજનગર(ડાભી)માં 1 અને ઉપેરામાં 2, વિજાપુર તાલુકાના વિસનગરરોડ રોડ, ગોવિંદપુરા જૂથ, ભાવસોર અને કુકરવાડામાં 1-1, વિસનગર તાલુકાના કાંસા એનએ વિસ્તાર, બેચરપુરા અને કાંસામાં 1-1, કડી તાલુકાના મેડાઆદરજ-કરણનગરમાં 1-1, ખેરાલુ તાલુકાના નાનીવાડા અને જોટાણા તાલુકાના ખદલપુર ગામે 1-1 કેસ નોંધાયો છે.