રીપોર્ટ@મહેસાણા: મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2 પાલિકાને 8.9 કરોડ ફાળવાયાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે આજે મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતની બે પાલિકા વિસ્તારમાં વિકાસ કામો માટે રકમની ફાળવણી કરી છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મહેસાણા અને વડનગર નગરપાલિકાને 8.9 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી પાલિકાને સી.સી.રોડ, પેવર બ્લોક તેમજ પીવાના પાણીની પાઇપલાઇન સહિતના કામો કરવાના થશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
રીપોર્ટ@મહેસાણા: મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2 પાલિકાને 8.9 કરોડ ફાળવાયાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે આજે મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતની બે પાલિકા વિસ્તારમાં વિકાસ કામો માટે રકમની ફાળવણી કરી છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મહેસાણા અને વડનગર નગરપાલિકાને 8.9 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી પાલિકાને સી.સી.રોડ, પેવર બ્લોક તેમજ પીવાના પાણીની પાઇપલાઇન સહિતના કામો કરવાના થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણા નગરપાલિકાને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટક અન્વયે સી.સી.રોડ, પેવર બ્લોક તેમજ પીવાના પાણીની પાઇપલાઇન નાંખવાના 94 કામો માટે રૂ. 5 કરોડ 44 લાખની રકમ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વડનગર નગરપાલિકાને પણ રૂ.3 કરોડ 46 લાખ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફાળવ્યા છે. આ રકમનો ઉપયોગ વડનગર શહેરથી 3-4 કિલોમીટર દૂર આવેલા પરા વિસ્તારો, દરબારગઢ વિસ્તાર અને વડનગરના અન્ય વિસ્તારોના નગરજનોને દૈનિક ધોરણે પાણી પુરૂં પાડવા કરાશે. આ સાથે પરા વિસ્તારને જોડતી PVC લાઇન્સના સ્થાને D1 લાઇન નાંખીને પાણીનો વ્યય તેમજ લીકેજની સમસ્યા અટકાવવા માટે કરાશે.