રીપોર્ટ@મહેસાણા: જમ્મુથી દાંડી સુધી જવાનોની સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત, સાંસદે પાઠવી શુભેચ્છા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી વચ્ચે ભારતીય જવાનોએ 15 ઓગસ્ટથી જમ્મુથી દાંડી સુધી સાયકલ રેલીનું આયોજન કર્યુ છે. ગઇકાલે સિધ્ધપુરમાં શહીદ જવાનોનું તર્પણ કર્યા બાદ આજે આ રેલી મહેસાણા આવી પહોંચી હતી. જ્યાં સાંસદ સહિતનાએ તેમનું ભવ્ય સ્વાગત કરી જુસ્સો વધાર્યો હતો. આ સાથે સાંસદે વહેલી સવારે ફેલ્ગ ઓફ કરાવી સાયકલીસ્ટોનો જુસ્સો વધાર્યો
 
રીપોર્ટ@મહેસાણા: જમ્મુથી દાંડી સુધી જવાનોની સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત, સાંસદે પાઠવી શુભેચ્છા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે ભારતીય જવાનોએ 15 ઓગસ્ટથી જમ્મુથી દાંડી સુધી સાયકલ રેલીનું આયોજન કર્યુ છે. ગઇકાલે સિધ્ધપુરમાં શહીદ જવાનોનું તર્પણ કર્યા બાદ આજે આ રેલી મહેસાણા આવી પહોંચી હતી. જ્યાં સાંસદ સહિતનાએ તેમનું ભવ્ય સ્વાગત કરી જુસ્સો વધાર્યો હતો. આ સાથે સાંસદે વહેલી સવારે ફેલ્ગ ઓફ કરાવી સાયકલીસ્ટોનો જુસ્સો વધાર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફીટ ઇન્ડીયા મુવમેન્ટને વેગ આપવા બી.એસ.એફ. જવાનો દ્વારા દેશભરમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરની સીમા ચોકી ઓક્ટ્રોયથી 56 બટાલીયન બી.એસ.એફના 50 જવાનો સહિત 100 જવાનો દ્વારા તારીખ 15 ઓગષ્ટથી સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ સાયકલ યાત્રાનું આજે શનિવારે મહેસાણા જિલ્લામાં પ્રવેશ થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જવાનોની ભાવના અને ઉત્સાહ વધારવા સાંસદ શારદાબેન પટેલે 1993 કિ.મીની મુસાફરી કરી રહેલા સરહદ રક્ષકોને શુભેચ્છા પાઠવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ સાયકલોથન રેલીમાં, સરહદ રક્ષક 2 ઓક્ટોબરે ગુજરાતના દાંડી પહોંચવા માટે દેશના વિવિધ ભાગોમાંથી 1993 કિલોમીટરનો પ્રવાસ કરી દાંડી પહોંચશે. આ અભિયાનમાં સામેલ બોર્ડર સિક્યુરિટી ફોર્સના દોડવીરોએ પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે દરરોજ લગભગ 40 કિલોમીટરની મુસાફરી કરી રહ્યા છે. આ સાથે, સ્વચ્છ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, આયુષ્માન ભારત જેવી કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.