રીપોર્ટ@મહેસાણા: કોરોના ત્રાસમાં મોટી વાત, માસ્ક મામલે કુલ 33 લાખની વસૂલાત

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે અનલોકમાં મળેલી છૂટને કારણે મહેસાણામાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. જેને લઇ જીલ્લા પોલીસ દ્રારા એક જ દિવસમાં માસ્ક વગર ફરતાં 2170 લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ લોકો પાસેથી પોલીસે 4.34 લાખનો દંડ વસુલ કર્યો છે. જીલ્લામાં દૈનિક ધોરણે કોરોના કેસોની સંખ્યામાં વિસ્ફોટ થતાં માસ્ક
 
રીપોર્ટ@મહેસાણા: કોરોના ત્રાસમાં મોટી વાત, માસ્ક મામલે કુલ 33 લાખની વસૂલાત

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે અનલોકમાં મળેલી છૂટને કારણે મહેસાણામાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. જેને લઇ જીલ્લા પોલીસ દ્રારા એક જ દિવસમાં માસ્ક વગર ફરતાં 2170 લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ લોકો પાસેથી પોલીસે 4.34 લાખનો દંડ વસુલ કર્યો છે. જીલ્લામાં દૈનિક ધોરણે કોરોના કેસોની સંખ્યામાં વિસ્ફોટ થતાં માસ્ક પહેરવા ઉપર તંત્ર દ્રારા ભાર મુકવામાં આવતાં પોલીસ પણ એક્શનમાં આવી છે. આ તરફ અત્યાર સુધી માસ્ક નહિ પહેરવાને લઇ જીલ્લામાં રૂ.33,88,200 દંડ પોલીસ દ્રારા વસુલવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં દરરોજ ડબલ સંખ્યામાં કોરોનાના કેસો આવતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આ તરફ કોરોનાથી બચવા માસ્ક નહી પહેરનારાઓ સામે પોલીસે પણ લાલઆંખ કરી છે. પોલીસે એક જ દિવસમાં માસ્ક નહિ પહેરનારા પાસેથી 4.34 લાખનો દંડ વસુલ કર્યો હોવાનું સામે આવ્યુ છે. તો માત્ર એક જ દિવસમાં 2170 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટછાટને કારણે મહેસાણામાં દરરોજ નવા કેસો આવી રહ્યા છે. તેમાં પણ લોકો માસ્ક વગર બજારોમાં જોવા મળતાં ચેપના ફેલાવાને લઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. જેને લઇ પોલીસ દ્રારા સ્પેશ્યલ ડ્રાઇવમાં એક જ દિવસમાં માસ્ક નહિ પહેરનારા 2170 લોકો પાસેથી રૂ.4.34 લાખનો દંડ વસુલ્યો છે. આ તરફ મહેસાણા જીલ્લામાં સૌથી વધુ દંડ મહેસાણા એ ડીવીઝન પોલીસ દ્રારા રૂ.43,600 નો વસુલવામાં આવ્યો છે. તો સૌથી ઓછો દંડ બાવલુ પોલીસ સ્ટેશન દ્રારા રૂ.4800 વસુલવામાં આવ્યો છે.