રીપોર્ટ@મહેસાણા: દૂધસાગરનો તાજ મળ્યો, કરોડોનું દેવું ઉતારવાનો મોટો ટાર્ગેટ

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિજયી બન્યાં બાદ ડેરીમાં હવે અશોકભાઇ ચૌધરીએ કાંટાળો તાજ ગ્રહણ કર્યો છે. શરૂઆતથી જ પરીવર્તન પેનલ દ્રારા કહેવામાં આવ્યુ છે કે, અમારો પ્રથમ પ્રયાસ ડેરીને દેવામુક્ત કરવાનો રહેશે. આ સાથે પશુપાલકોના હિતોને ધ્યાને રાખીને સૌને સાથે રાખી કામ કરવામાં આવશે. આ તરફ હવે ડેરીનો તાજ અશોકભાઇને
 
રીપોર્ટ@મહેસાણા: દૂધસાગરનો તાજ મળ્યો, કરોડોનું દેવું ઉતારવાનો મોટો ટાર્ગેટ

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી

દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિજયી બન્યાં બાદ ડેરીમાં હવે અશોકભાઇ ચૌધરીએ કાંટાળો તાજ ગ્રહણ કર્યો છે. શરૂઆતથી જ પરીવર્તન પેનલ દ્રારા કહેવામાં આવ્યુ છે કે, અમારો પ્રથમ પ્રયાસ ડેરીને દેવામુક્ત કરવાનો રહેશે. આ સાથે પશુપાલકોના હિતોને ધ્યાને રાખીને સૌને સાથે રાખી કામ કરવામાં આવશે. આ તરફ હવે ડેરીનો તાજ અશોકભાઇને મળ્યાં બાદ એક રીતે ડેરીનું કરોડોનું દેવું ઉતારવાનો મોટો ટાર્ગેટ તેમની માથે હોવાની સ્થિતિ છે. જોકે પરીવર્તન પેનલના સમર્થકોને વિશ્વાસ છે કે, અશોકભાઇ ડેરીમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરશે. આ તરફ અમુલ ફેડરેશન સાથે સંબંધો સુધારવા એ અશોકભાઇની પ્રાથમિકતા પણ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાની દૂધસાગર ડેરીમાં મોટું પરીવર્તન આવ્યાં બાદ ચેરમેન તરીકે અશોકભાઇ ચૌધરીએ ચાર્જ સંભાળી લીધો છે. ડેરીમાં સત્તા પલટાના પ્રથમ દિવસે જ નિયામક મંડળે સાગરદાણના ભાવમાં બોરીદીઠ રૂ. 50નો ઘટાડો કરવાનો નિર્ણય લઇ પદગ્રહણ સભામાં જાહેરાત કરાઇ હતી. ગઇકાલે ડેરી હોલમાં ચેરમેન અને વા. ચેરમેન માટે ચૂંટણી અધિકારી સી.સી.પટેલની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી પ્રક્રિયામાં ચૂંટાયેલા 15 સભ્યો તેમજ રજીસ્ટ્રાર, ડેરીના વહીવટદાર અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળી કુલ 18 મતદારો હાજર રહ્યા હતા.

રીપોર્ટ@મહેસાણા: દૂધસાગરનો તાજ મળ્યો, કરોડોનું દેવું ઉતારવાનો મોટો ટાર્ગેટ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડેરીમાં ચેરમેન પદ માટે અશોકભાઇ ચૌધરી સામે કોઇ ઉમેદવારી ન હોઇ તેમની ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સાથે વાઇસ ચેરમેન માટે ચૂંટાયેલા મંડળ દ્વારા સવા વર્ષ માટે ચાણસ્માના અમરતભાઇ માધાભાઇ દેસાઇ અને તે પછીના સવા વર્ષ માટે કાસ્વાના જસીબેન રાજાભાઇ દેસાઇની વરણી કરાઇ હતી.