રીપોર્ટ@મહેસાણા: LCB પીઆઇનો હવાલો વારંવાર ચેન્જ, બદલી છતાં કાયમી નહીં

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણામાં 7 પીઆઈ અને 4 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. તો છેલ્લા બે મહિનામાં બીજી વખત LCB પીઆઈ બદલાતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. LCB પીઆઇનો હવાલો વારંવાર ટુંક સમયમાં ચેન્જ થતો આવ્યો છે. ગઇકાલે થયેલી બદલી છતાં કાયમી પોસ્ટિંગ ન હોવાનું સામે આવ્યુ છે. ઊંઝા પી.આઈને LCB પીઆઇની
 
રીપોર્ટ@મહેસાણા: LCB પીઆઇનો હવાલો વારંવાર ચેન્જ, બદલી છતાં કાયમી નહીં

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણામાં 7 પીઆઈ અને 4 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. તો છેલ્લા બે મહિનામાં બીજી વખત LCB પીઆઈ બદલાતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. LCB પીઆઇનો હવાલો વારંવાર ટુંક સમયમાં ચેન્જ થતો આવ્યો છે. ગઇકાલે થયેલી બદલી છતાં કાયમી પોસ્ટિંગ ન હોવાનું સામે આવ્યુ છે. ઊંઝા પી.આઈને LCB પીઆઇની જવાબદારી આપી છતાં તદ્દન હંગામી હોવાનો ઉલ્લેખ થયો છે. બદલીની વિગતો જાણી પોલીસ આલમમાં ચર્ચા જાગી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@મહેસાણા: LCB પીઆઇનો હવાલો વારંવાર ચેન્જ, બદલી છતાં કાયમી નહીં

મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષકે ગઇકાલે પીઆઇ અને પીએસઆઇની બદલીના હુકમ કર્યા છે. જેમાં LCB પીઆઇ પી.એ.પરમારને LIBમાં, ઊંઝા પી.આઇ બી.એચ.રાઠોડને LCBમાં, બી.એમ.પટેલને બી.ડીવીઝન મહેસાણાથી SOG મહેસાણા, એસ.એન.રામાણાની સાંથલથી બી.ડી.મહેસાણા, એસ.બી.મોડીયાને LIB મહેસાણાની બેચરાજી, પી.કે. પ્રજાપતિને વિસનગરથી કડી અને જી.એસ.પટેલને બેચરાજીથી વિસનગર શહેરમાં મુકાયા છે.

રીપોર્ટ@મહેસાણા: LCB પીઆઇનો હવાલો વારંવાર ચેન્જ, બદલી છતાં કાયમી નહીં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસ અધિક્ષકે ચાર પીએસઆઇની પણ બદલીના આદેશ કર્યા છે. જેમાં વી.એન.રાઠોડને SOGમાંથી સતલાસણામાં, એ.એમ.વાળાને કડીથી SOGમાં, એમ.જી.ચૌહાણને SOGમાંથી ઉંઝા (ઇન્ચાર્જ) અને આર.આઇ.પરમારને પોલીસ કંટ્રોલરૂમ મહેસાણાથી કડીમાં મુકાયા છે. નોંધનિય છે કે, કડી દારૂકાંડ બાદ LCB PI એસ.એસ.નિનામાંની બદલી થતા તેમના સ્થાને પી.એ.પરમારને મુકાયા હતા. જોકે ફરી LCBમાં હંગામી નિમણુંક થતાં ફરી પીઆઇ બદલાઇ શકે છે.