રીપોર્ટ@મહેસાણા: તાલુકા-જીલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં મતદાન પુર્ણ, કાલે મતગણતરી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે ગઇકાલે રાજ્યમાં તાલુકા-જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં મહેસાણા જીલ્લા પંચાયતમાં 63.61 ટકા મતદાન નોંધાયુ છે. આ તરફ તાલુકા પંચાયતમાં 65.44 ટકા અને નગરપાલિકાઓમાં 58.95 ટકા મતદાન નોંધાયુ છે. ગઇકાલે ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં સીલ થયા બાદ આવતીકાલે વિજેતા ઉમેદારોની જાહેરાત થશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રીપોર્ટ@મહેસાણા: તાલુકા-જીલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં મતદાન પુર્ણ, કાલે મતગણતરી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે ગઇકાલે રાજ્યમાં તાલુકા-જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં મહેસાણા જીલ્લા પંચાયતમાં 63.61 ટકા મતદાન નોંધાયુ છે. આ તરફ તાલુકા પંચાયતમાં 65.44 ટકા અને નગરપાલિકાઓમાં 58.95 ટકા મતદાન નોંધાયુ છે. ગઇકાલે ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં સીલ થયા બાદ આવતીકાલે વિજેતા ઉમેદારોની જાહેરાત થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં રવિવારે મતદાનના દિવસે શરૂઆતમાં મતદારો જોશ સાથ ઉમટી પડી મતદાન કર્યુ હતુ. જોકે બપોરના સમયે મતદાનમાં નિરસતાં બાદ બપોર પછી મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો. જેમાં કડી નગરપાલિકાના વોર્ડ નંબર 4માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મતદાન કર્યુ હતુ. નોંધનિય છે કે, મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં 36 પૈકી 26 બેઠકો બિનહરીફ થતાં 10 બેઠકો માટે મતદાન યોજાયું હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તાલુકા પંચાયતની ચૂંટણીમાં કડીમાં 69.44 ટકા, બહુચરાજીમાં 65.55 ટકા, મહેસાણામાં 61.7 ટકા, ઊંઝામાં 60.52 ટકા, ખેરાલુમાં 67.36 ટકા, જોટાણામાં 69.57 ટકા, ,વડનગરમાં 62.27 ટકા, સતલાસણામાં 70.14 ટકા, વિજાપુરમાં 66.54 ટકા અને વિસનગરમાં 65.71 ટકા મતદાન થયું છે. જ્યારે નગરપાલિકાઓની ચૂંટણીમાં ઊંઝામાં 77.88 ટકા, વિસનગરમાં 61.86 ટકા, કડીમાં 49.27 ટકા, મહેસાણામાં 53.93 ટકા મતદાન નોંધાયું છે. આવતીકાલે 2 તારીખે તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.