રીપોર્ટ@મહેસાણા: આજે જીલ્લામાં નવા 24 કેસ સામે 32 દર્દી સાજા થતાં રાહત

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણામાં આજે થોડી રાહત મળી હોય તેમ નવા કેસોની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. આજે મહેસાણા જીલ્લામાં નવા 24 કેસ આવ્યા તો સામે નવા 32 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને સારવાર અર્થે ખસેડી સંબંધિત વિસ્તારમાં સેનેટાઇઝેશની
 
રીપોર્ટ@મહેસાણા: આજે જીલ્લામાં નવા 24 કેસ સામે 32 દર્દી સાજા થતાં રાહત

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણામાં આજે થોડી રાહત મળી હોય તેમ નવા કેસોની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. આજે મહેસાણા જીલ્લામાં નવા 24 કેસ આવ્યા તો સામે નવા 32 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને સારવાર અર્થે ખસેડી સંબંધિત વિસ્તારમાં સેનેટાઇઝેશની કવાયત શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે નવા 24 પોઝિટીવ કેસ સામે 32 દર્દી સાજા થયા છે. આજે મહેસાણાના શહેરી વિસ્તારમાં 12 અને ગ્રામ્ય વિસ્તારમાં પણ 12 કેસ નોંધાયા છે. જેમાં મહેસાણા શહેરમાં 4, મહેસાણા તાલુકાના પિલુદરા અને દેદીયાસણમાં 1-1, ઊંઝા શહેરમાં 3 અને ઊંઝા તાલુકાના ઐઠોર, કરલી, લક્ષ્મીપુરા(ઉનાવા) અને હાજીપુરમાં 1-1‌ અને સુરજનગર(ડાભી)માં 2, વિસનગર શહેરમાં 1, વિસનગર તાલુકાના કાંસા એનએ વિસ્તારમાં 2, વડનગર શહેરમાં 2, ખેરાલુ શહેરમાં 2 અને જોટાણાના સાંથલમાં 1 સાથે બેચરાજીના કાલરીમાં 1 મળી નવા 24 કેસ સામે આવ્યા છે.