રીપોર્ટ@મહેસાણા: કોવિડ હોસ્પિટલની SPએ લીધી સરપ્રાઇઝ મુલાકાત, દર્દીઓ સાથે ચર્ચા કરી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણામાં સતત કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આ સાથે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આ તરફ આજે મહેસાણા જીલ્લા પોલીસવડાએ આકસ્મિક સાંઇ ક્રિષ્ણા કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી હતી. જેમાં પીપીઇ કીટ પહેરી જીલ્લા પોલીસવડાએ હોસ્પિટલના દર્દીઓ સાથે ચર્ચા કરી હતી. અટલ સમાચાર આપના
 
રીપોર્ટ@મહેસાણા: કોવિડ હોસ્પિટલની SPએ લીધી સરપ્રાઇઝ મુલાકાત, દર્દીઓ સાથે ચર્ચા કરી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણામાં સતત કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આ સાથે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આ તરફ આજે મહેસાણા જીલ્લા પોલીસવડાએ આકસ્મિક સાંઇ ક્રિષ્ણા કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી હતી. જેમાં પીપીઇ કીટ પહેરી જીલ્લા પોલીસવડાએ હોસ્પિટલના દર્દીઓ સાથે ચર્ચા કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ આજે અચાનક કોવિડ હોસ્પિટલ પહોંચ્યાં હતા. મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ પોતે તબીબી સ્નાતક છે. મહેસાણા વધતાં કોરોના કહેર વચ્ચે આજે મહેસાણા SPએ મહેસાણા-રાધનપુર હાઇવે સ્થિત સાંઇ ક્રિષ્ણા કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી હતી. જેમાં તેમણે ડોક્ટરો સહિત હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે ચર્ચા કરી હતી.