રીપોર્ટ@મહેસાણા: આજે નવા 18 કેસ, એકસાથે 37 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં સતત ત્રીજા દિવસે થોડી રાહત મળી હોય તેમ રીકવરી રેટમાં વધારો થયો છે. આજે જીલ્લામાં એકસાથે નવા 37 કોરોનાના દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ જીલ્લામાં નવા 18 લોકો પોઝિટીવ જાહેર થયા છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ દરરોજ ડબલ કેસ સામે
 
રીપોર્ટ@મહેસાણા: આજે નવા 18 કેસ, એકસાથે 37 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં સતત ત્રીજા દિવસે થોડી રાહત મળી હોય તેમ રીકવરી રેટમાં વધારો થયો છે. આજે જીલ્લામાં એકસાથે નવા 37 કોરોનાના દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ જીલ્લામાં નવા 18 લોકો પોઝિટીવ જાહેર થયા છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ દરરોજ ડબલ કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે એકસાથે 37 દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આજે જીલ્લાના શહેરી વિસ્તારમાં નવા 14 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં નવા 4 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ આજના કેસો સહિત હાલની સ્થિતિએ જીલ્લામાં કુલ 345 કેસ એક્ટિવ છે જે એક ચિંતાજનક બાબત કહી શકાય.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટને કારણે અને ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સહિતના કારણે દરરોજ નવા કેસો ઉમેરાઇ રહ્યા છે. આજે મહેસાણા શહેરમાં 4, ઊંઝા શહેરમાં 8, વડનગર શહેરમાં 1 અને વિસનગર શહેરમાં 1 કેસ નોંધાયો છે. આ તરફ વિસનગર તાલુકાના કાંસા અને ભાંડુમાં 1-1 અને કડી તાલુકાના ખેરપુર અને ઘુમાસણમાં 1-1 મળી કુલ 18 કેસ નોંધાયા છે.