રીપોર્ટ@મહેસાણા: આજે નવા 20 કેસ સામે 21 કોરોનાગ્રસ્ત દર્દી સાજા થયા

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો આવવાની સ્થિતિ યથાવત રહેતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આજે જીલ્લામાં એકસાથે નવા 20 દર્દીઓ ઉમેરાતાં સંબંધિત વિસ્તારોમાં ફફડાટનું વાતાવરણ ઉભુ થયુ છે. આ તરફ અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 21 લોકો સારવાર દરમ્યાન સાજા થતાં આજે તમામને
 
રીપોર્ટ@મહેસાણા: આજે નવા 20 કેસ સામે 21 કોરોનાગ્રસ્ત દર્દી સાજા થયા

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો આવવાની સ્થિતિ યથાવત રહેતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આજે જીલ્લામાં એકસાથે નવા 20 દર્દીઓ ઉમેરાતાં સંબંધિત વિસ્તારોમાં ફફડાટનું વાતાવરણ ઉભુ થયુ છે. આ તરફ અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 21 લોકો સારવાર દરમ્યાન સાજા થતાં આજે તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક સ્થિતિએ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. જીલ્લામાં આજે નવા 20 કેસ સામે આવતાં આરોગ્યતંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ જીલ્લામાં અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 21 દર્દી સાજા થતાં આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આજે જીલ્લાના શહેરી વિસ્તારમાં સૌથી વધુ 13 અને ગ્રામ્ય વિસ્તારમાં 7 મળી નવા ર૦ દર્દી ઉમેરાયા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના 20 કેસ પોઝિટીવની સામે 21 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 7, કડી શહેરમાં 1, વડનગર શહેરમાં 1, ઊંઝા શહેરમાં 1, વિસનગર શહેરમાં 1 અને ખેરાલુ શહેરમાં 1 કેસ સામે આવ્યો છે. આ તરફ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો મહેસાણા તાલુકાના પાલાવાસણા(ઓએનજીસી), પુનાસણ અને દેદીયાસણ,રાધનપુર રોડ વિસ્તારમાં 1-1 કેસ, જોટાણાના ધનાલીમાં 1, કડીના નંદાસણમાં 1 અને ઊંઝાના કહોડામાં 1 મળી નવા 20 દર્દી નવા ઉમેરાયા છે.