રીપોર્ટ@મહેસાણા: આજે એકસાથે 22 લોકો પોઝિટીવ તો સામે 23 દર્દીને ડીસ્ચાર્જ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં હવે કોરોના કેસનો રાફડો દૈનિક બન્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 20થી ઉપરની સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યા છે. આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 22 દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જીલ્લામાં રાહતના સમાચાર કરી શકાય કે, આજે 23 લોકોએ કોરોનાને હરાવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય
 
રીપોર્ટ@મહેસાણા: આજે એકસાથે 22 લોકો પોઝિટીવ તો સામે 23 દર્દીને ડીસ્ચાર્જ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં હવે કોરોના કેસનો રાફડો દૈનિક બન્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 20થી ઉપરની સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યા છે. આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 22 દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જીલ્લામાં રાહતના સમાચાર કરી શકાય કે, આજે 23 લોકોએ કોરોનાને હરાવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજે 22 લોકો કોરોના પોઝિટીવ જાહેર થતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે મહેસાણા તાલુકાના પુનાસણ ગામમાં એકસાથે 5 લોકો પોઝિટીવ જાહેર થતાં ગામ સહિત તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટછાટને કારણે દરરોજ નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. આ તરફ 23 દર્દીઓ કોરોના સામેની લડત જીતી જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોનાના એકસાથે નવા 22 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે નોંધાયેલા કેસોમાં જીલ્લાના શહેરી વિસ્તારમાં 6 અને તાલુકા વિસ્તારમાં 16 કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણા શહેરમાં 2, મહેસાણા તાલુકામાં 8, કડી શહેરમાં 3, કડી તાલુકામાં 6, ઉંઝા શહેરમાં 1 અને તાલુકામાં 1 અને વિજાપુર તાલુકામાં 1 મળી નવા 22 કેસ સામે આવ્યા છે.

પાટણમાં પણ આજે મોડી સાંજે 2 કેસનો ઉમેરો થયો

રીપોર્ટ@મહેસાણા: આજે એકસાથે 22 લોકો પોઝિટીવ તો સામે 23 દર્દીને ડીસ્ચાર્જ

પાટણમાં જીલ્લામાં પણ કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ દરરોજ નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. જીલ્લામાં આજે સાંજના સમયે હારીજ તાલુકાના બોતરવાડા ગામે 22 વર્ષિય સ્ત્રી અને 39 વર્ષિય સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં જીલ્લામાં કુલ કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 842 પહોંચી છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી બંનેને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.