રીપોર્ટ@મહેસાણા: આજે નવા 26 કેસ પોઝિટીવ, 13 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે આજે મહેસાણા જીલ્લામાં નવા 26 કેસ સામે આવ્યા છે. આ તરફ જીલ્લામાં નવા 13 દર્દી કોરોનાની સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અનલોકમાં મળેલી છૂટ વચ્ચે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી સંબંધિત
 
રીપોર્ટ@મહેસાણા: આજે નવા 26 કેસ પોઝિટીવ, 13 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે આજે મહેસાણા જીલ્લામાં નવા 26 કેસ સામે આવ્યા છે. આ તરફ જીલ્લામાં નવા 13 દર્દી કોરોનાની સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અનલોકમાં મળેલી છૂટ વચ્ચે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 26 દર્દી ઉમેરાયા છે. આ સાથે અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 13 દર્દીઓ સારવાર દરમ્યાન સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે જીલ્લાના શહેરી વિસ્તારોમાં 17 કેસ તો ગ્રામ્ય વિસ્તારોમાં 9 કેસ નોંધાયા છે. આજે મહેસાણા શહેરમાં 6 કેસ તો સામે મહેસાણા તાલુકાના પાલાવાસણમાં 1 કેસ નોંધાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યુ છે. આજે ઊંઝા શહેરમાં 2, વિસનગર શહેરમાં 6 અને કડી શહેરમાં 3 કેસ નોંધાયા છે. આ તરફ ઊંઝા તાલુકાના ઐઠોરમાં 2, જગન્નાથપુરા, ડાભી અને બ્રાહ્મણવાડામાં 1-1 કેસ નોંધાયા છે. આ સાથે વિસનગરના ખરવડામાં 1, બેચરાજીમાં 1 અને જોટાણામાં 1 મળી જીલ્લામાં કુલ 26 કેસ સામે આવ્યા છે.