રીપોર્ટ@મોડાસા: વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસમાં નાસતાં ફરતાં આરોપીને પોલીસે દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડ્યો છે. મોડાસા ટાઉન પોલીસ અને સર્વેલન્સ સ્કોર્ડના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપિંડી કેસના આરોપી વિશે ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રીપોર્ટ@મોડાસા: વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસમાં નાસતાં ફરતાં આરોપીને પોલીસે દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડ્યો છે. મોડાસા ટાઉન પોલીસ અને સર્વેલન્સ સ્કોર્ડના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપિંડી કેસના આરોપી વિશે ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસામાંથી પોલીસે બે વર્ષથી નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડ્યો છે. બે વર્ષ અગાઉ ધી નવજીવન શરાફી મંડળીમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી મામલે આરોપી સામે કેસ નોંધાયો હતો. જે બાદમાં તે ફરાર હોઇ પોલીસની ટીમ તેને શોધવા કામે લાગી હતી. આ દરમ્યાન મોડાસા ટાઉન પીઆઇ સી.પી.વાઘેલાની સુચનાથી પોલીસ અને સર્વેલન્સ સ્કોર્ડના માણસોએ પેટ્રોલિંગ દરમ્યાન ઇસમને દબોચી લીધો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે બે વર્ષથી નાસતાં ફરતાં આરોપીને મોડાસાના કસ્બા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી મોહમંદસોહીલ યુસુફમીયાં ઘોરી રહે.મોડાસા, કસ્બા મસ્જીદની પાછળવાળાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેની સાથે મોડાસા ટાઉન પોલીસ મથકે અગાઉ આઇપીસી કલમ 406, 420, 408, 409, 465, 467, 471, 114 મુજબનો ગુનો નોંધાયો હતો.