રિપોર્ટ@મોડાસા: હાઇવે પર સુરક્ષા નષ્ટ થતાં ત્રાહિમામ્, સર્કલ માટે મહિલાઓનું ચક્કાજામ

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસાની સહિયોગ ચોકડી નજીક વારંવાર નાના મોટા અકસ્માતથી કંટાળી સ્થાનિક હવે ત્રાહિમામ્ પોકારી ગયા છે. માર્ગ સુરક્ષા નષ્ટ થતાં સર્કલ સહિતની વ્યવસ્થા ઉભી કરાવવા મહિલાઓને રોડ ઉપર ઉતરવાની નોબત આવી છે. મોપેડ ચાલક દંપતીને ટ્રકે અડફટે લેતા ગર્ભવતી યુવતીનું મોત થતાં હાહાકાર મચી ગયો છે. ઘટનાથી જઠરાગ્નિ ભભૂકી ઉઠ્યો હોય
 
રિપોર્ટ@મોડાસા: હાઇવે પર સુરક્ષા નષ્ટ થતાં ત્રાહિમામ્, સર્કલ માટે મહિલાઓનું ચક્કાજામ

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસાની સહિયોગ ચોકડી નજીક વારંવાર નાના મોટા અકસ્માતથી કંટાળી સ્થાનિક હવે ત્રાહિમામ્ પોકારી ગયા છે. માર્ગ સુરક્ષા નષ્ટ થતાં સર્કલ સહિતની વ્યવસ્થા ઉભી કરાવવા મહિલાઓને રોડ ઉપર ઉતરવાની નોબત આવી છે. મોપેડ ચાલક દંપતીને ટ્રકે અડફટે લેતા ગર્ભવતી યુવતીનું મોત થતાં હાહાકાર મચી ગયો છે. ઘટનાથી જઠરાગ્નિ ભભૂકી ઉઠ્યો હોય તેમ મહિલાઓ ભેગી થઈને ચક્કાજામ કર્યો હતો. સરકાર તરફથી સમસ્યા ઉકેલવા કોરોના સામે કાળજી ભૂલવાની નોબત ગંભીર મનાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના બાયપાસ હાઇવે પરથી આંતરરાજ્ય વાહનવ્યવહાર દોડે છે. દિલ્હી તરફથી મુંબઈ જતાં ભારે વાહનો પસાર થતાં હોઈ અનેકવાર ટ્રાફિક રહે છે. વાહનચાલકો પુરઝડપે દોડતાં હોઈ બાયપાસ હાઇવે પર સર્કલના અભાવે વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. જેમાં ગઈકાલે ગર્ભવતી મહિલાને ટ્રકે અડફેટે લેતાં મોતને ભેટી હતી. આથી સ્થાનિકોએ સર્કલ બનાવવા સહિત માર્ગ સુરક્ષાની ખાત્રી લેવા ચક્કાજામ કર્યો હતો. મહિલાઓએ રોષે ભરાઇ હવે પછી અકસ્માતની સમસ્યા ઉકેલવા કોરોના ગાઇડલાઇન પણ ભૂલવા મજબૂર બનવું પડ્યું છે. સર્કલ બનાવો સહિતના સુત્રોચ્ચાર દરમ્યાન હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો પરંતુ જનતાના વ્યાજબી આક્રોશ સામે સ્થિતિ સ્વિકારવા સિવાય રસ્તો ન હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી હાઇવે પર સુરક્ષા કરવાશ આવેદનપત્ર આપેલા છે. જેમાં રાજ્યકક્ષાએ અનેકવાર રજુઆત થયા બાદ મોડાસા શહેરના બાયપાસ રોડ પર 4 જગ્યાએ સર્કલ બનાવવાની માંગ સ્વિકારવામાં આવી હતી. આ પછી તંત્ર દ્વારા સર્વે સહિતની કામગીરી શરૂ કર્યા બાદ સર્કલ બનાવવાનું અધ્ધરતાલ રહ્યું છે. કામગીરી ટલ્લે ચઢતાં સોમવારે સવારે સહયોગ ચોકડી નજીક એક્ટિવા ચાલક દંપતીને ટ્રકે અડફટે લેતાં ગર્ભવતી યુવતીનું મોત થયું હતું. આથી સર્કલ બનાવવાની માંગ સાથે લોકોએ સહયોગ ચોકડી પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

રિપોર્ટ@મોડાસા: હાઇવે પર સુરક્ષા નષ્ટ થતાં ત્રાહિમામ્, સર્કલ માટે મહિલાઓનું ચક્કાજામ

સૌથી મોટી વાત એ છે કે, શામળાજી-ગોધરા રાજ્ય ધોરીમાર્ગ-27 મોડાસા શહેરમાંથી પસાર થતાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા શહેરની બહાર બાયપાસ રોડ બનાવવામાં આવ્યો હતો. ભારવાહક વાહનો બાયપાસ રોડ પરથી પુરપાટ ઝડપે પસાર થતાં હોવાથી જિલ્લા સેવાસદન, જંક્શન, મેઘરજ બાયપાસ ચોકડી તેમજ માલપુર બાયપાસ ચોકડી પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે ચિંતાગ્રસ્ત રહે છે.

રિપોર્ટ@મોડાસા: હાઇવે પર સુરક્ષા નષ્ટ થતાં ત્રાહિમામ્, સર્કલ માટે મહિલાઓનું ચક્કાજામ

ભારે વાહનોની અડફેટે ચડતાં અકસ્માતની ઘટનાઓનો ક્રમ હવે રોજબરોજનો બનવાની સાથે કેટલાય વાહનચાલકોએ જીવ ગુમાવવો પડ્યો છે. શહેરીજનો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆત કરી કે, સર્કલ બનાવવા જગ્યાની માપણી કર્યા બાદ અગમ્ય કારણોસર સર્કલ બનાવવાની કામગીરી ટલ્લે ચડી છે. ચઢતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને વધુ કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા સર્કલ બનાવની માંગ પ્રબળ બની છે .