રીપોર્ટ@ઉ.ગુ: ધરોઇ ડેમના 3 દરવાજા ખોલાયા, નદી કિનારાના વિસ્તારોને એલર્ટ

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાવ ધરોઇ ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. પાણી છોડવાના નિર્ણયને પગલે નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ સાથે ગુજરાતમાં આજે અને કાલે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલે 13 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે, જેને પરિણામે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદની
 
રીપોર્ટ@ઉ.ગુ: ધરોઇ ડેમના 3 દરવાજા ખોલાયા, નદી કિનારાના વિસ્તારોને એલર્ટ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાવ ધરોઇ ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. પાણી છોડવાના નિર્ણયને પગલે નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ સાથે ગુજરાતમાં આજે અને કાલે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલે 13 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે, જેને પરિણામે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાવ ધરોઇ ડેમ 98.45 ટકા ભરાયો છે. ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. 13800 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. જમણા કાંઠાની કેનાલમાં 750 અને ડાબા કાંઠાની કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડાયું છે. કુલ 11000 ક્યૂસેક પ્રતિસેકન્ડ પાણીની જાવક છે. ડેમમાં પ્રતિસેકન્ડ 2935 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાં પાણીની સપાટી 621.68 ફુટ એટલે કે 189.490 મીટર છે. પાણી છોડવાના નિર્ણયને પગલે નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના તલોદમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ભાવનગરના વલભીપુર અને ઉમરાળામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આમ, રાજયના 42 તાલુકાઓમાં 1 ઇંચથી લઈને 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સવારે 8 વાગ્યા સુધીમાં માત્ર 7 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જોકે, આ સાત તાલુકામાં નહિવત જેટલો વરસાદ વરસ્યો છે.