રીપોર્ટ@ઉ.ગુ: આજે 3 જીલ્લામાં નવા 49 દર્દી ઉમેરાયાં, સંક્રમણની ચેન તોડવા દોડધામ

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે આજે ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં નવા 49 કેસ નોંધાયા છે. આજે મહેસાણા જીલ્લામાં નવા 21, પાટણ જીલ્લામાં 17 અને બનાસકાંઠા જીલ્લામાં 11 મળી 49 કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને
 
રીપોર્ટ@ઉ.ગુ: આજે 3 જીલ્લામાં નવા 49 દર્દી ઉમેરાયાં, સંક્રમણની ચેન તોડવા દોડધામ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે આજે ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં નવા 49 કેસ નોંધાયા છે. આજે મહેસાણા જીલ્લામાં નવા 21, પાટણ જીલ્લામાં 17 અને બનાસકાંઠા જીલ્લામાં 11 મળી 49 કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં નવા 21 કેસ

રીપોર્ટ@ઉ.ગુ: આજે 3 જીલ્લામાં નવા 49 દર્દી ઉમેરાયાં, સંક્રમણની ચેન તોડવા દોડધામ

આજે મહેસાણા જીલ્લામાં નવા 21 કેસ આવ્યા તો સામે નવા 12 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે મહેસાણા શહેરમાં 4, ઉંઝા શહેરમાં 5, વિસનગર શહેરમાં 1 અને વિજાપુર શહેરમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે મહેસાણા તાલુકાના બલોલ અને પિલુદરામાં ગામ 1-1, ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડામાં 1, વિસનગર તાલુકાના ઉમતામાં 2 અને બલોલમાં 1, વડનગર તાલુકાના સિપોરમાં 1, કડી તાલુકાના રંગપુરડામાં 1, બેચરાજી તાલુકાના શંખલપુર અને મોટપમાં 1-1 મળી નવા 21 કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જીલ્લામાં 11 કેસ

રીપોર્ટ@ઉ.ગુ: આજે 3 જીલ્લામાં નવા 49 દર્દી ઉમેરાયાં, સંક્રમણની ચેન તોડવા દોડધામ

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 11 કેસ નોંધાયા છે. આજે પાલનપુરમાં 1, ડીસામાં 3, દાંતીવાડામાં 1, કાંકરેજમાં 3, દિયોદરમાં 2 અને ભાભરમાં 1 મળી 11 કેસ નોંધાયા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા અને સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

પાટણ જીલ્લામાં નવા 17 કેસ

પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા છે. આજે પાટણ શહેરમાં 1, પાટણ તાલુકાના સંડેર અને રણુંજમાં 1-1, સિધ્ધપુર શહેરમાં 1, સિધ્ધપુર તાલુકાના ચંદ્રાવતીમાં 2, નિદ્રોદામાં 1, રાધનપુર શહેરમાં 2, સાંતલપુર તાલુકાના વારાહી અને દાલડીમાં 1-1, સમી તાલુકાના જીલવાણામાં 1, હારીજ શહેરમાં 1 અને શંખેશ્વર તાલુકાના પંચાસરમાં 1 મળી નવા 17 કેસ નોંધાયા છે.