રીપોર્ટ@ઉ.ગુ: કોરોના સંક્રમણ વધ્યું, આજે ત્રણ જીલ્લામાં 81 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ કોરોના મહામારી વચ્ચે આજે ઉત્તર ગુજરાતના 3 જીલ્લામાં એકસાથે નવા 81 દર્દી ઉમેરાયા છે. જેમાં મહેસાણામાં 28, પાટણમાં 28 અને બનાસકાંઠા જીલ્લામાં નવા 25 દર્દી સામે આવતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા
 
રીપોર્ટ@ઉ.ગુ: કોરોના સંક્રમણ વધ્યું, આજે ત્રણ જીલ્લામાં 81 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ

કોરોના મહામારી વચ્ચે આજે ઉત્તર ગુજરાતના 3 જીલ્લામાં એકસાથે નવા 81 દર્દી ઉમેરાયા છે. જેમાં મહેસાણામાં 28, પાટણમાં 28 અને બનાસકાંઠા જીલ્લામાં નવા 25 દર્દી સામે આવતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં એકસાથે 28 કેસ

રીપોર્ટ@ઉ.ગુ: કોરોના સંક્રમણ વધ્યું, આજે ત્રણ જીલ્લામાં 81 દર્દી ઉમેરાયાં

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 28 કેસ નોંધાયા તો સામે 29 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 3, ઊંઝા શહેરમાં 10, ખેરાલુ શહેરમાં 1, મહેસાણા તાલુકાના બાલીયાસણ, પાંચોટ અને તાવડીયામાં 1-1, ઊંઝા તાલુકાના કરણપુરા, ઉનાવા અને બ્રાહ્મણવાડામાં 1-1, કડી તાલુકાના કરણનગરમાં 1, જોટાણામાં 1, વિસનગર તાલુકાના કાંસા, ઉમતા અને વાલમમાં 1-1, વિજાપુર તાલુકાના ફતેપુરા(પિલવાઇ)માં 1, વડનગર તાલુકાના મઢાસણા અને સુંઢીયામાં 1-1 મળી નવા 28 કેસ નોંધાયા છે.

પાટણ જીલ્લામાં આજે 28 કેસ નોંધાયા

પાટણ જીલ્લામાં સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાથી આજે નવા 28 કેસ સામે આવ્યા છે. આજે પાટણ શહેરમાં એકસાથે 14, તાલુકાના ગદોસણ અને બાલીસણામાં 1-1, સિધ્ધપુર શહેરમાં 3, તાલુકાના કાકોશી અને ઉમરૂમાં 1-1, ચાણસ્મા તાલુકાના રામપુરા, સેવાળા અને દાંતકરોડીમાં 1-1, સમી તાલુકાના જુનારામપુરા અને સમી પોલીસ સ્ટેશનમાં 1-1, રાધનપુર શહેરમાં 1 અને શંખેશ્વરના શીપુરમાં 1 મળી નવા 28 કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જીલ્લામાં આજે નવા 25 દર્દી ઉમેરાયા

બનાસકાંઠા જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ વચ્ચે દરરોજ નવા દર્દીઓ ઉમેરાતાં હોઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આ તરફ આજે જીલ્લામાં નવા 25 કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુરમાં 7, ડીસામાં 8, લાખણીમાં 1, ધાનેરામાં 1, કાંકરેજમાં 3, થરાદમાં 3, વાવમાં 1 અને સુઇગામમાં 1 કેસ મળી રપ કેસ સામે આવ્યા છે.