રીપોર્ટ@પાલનપુર: એમ્બ્યુલન્સમાં જ દર્દીને આપ્યું માં કાર્ડ, યુવા પ્રમુખે બચાવ્યો લાખોનો ખર્ચ

અટલ સમાચાર, પાલનપુર (પ્રિયકાન્ત શ્રીમાળી) ડીસા પંથકના દર્દીને અચાનક તબિયત બગડતાં દોડધામ મચી હતી. એમ્બ્યુલન્સ દ્રારા સારવાર અર્થે પહોંચે તે પહેલાં ખર્ચની ચિંતા ઉભી થતાં મથામણમાં લાગ્યા હતા. આ દરમ્યાન યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યને જાણ કરતાં આરોગ્ય ટીમ સાથે પહોંચ્યાં હતા. વિગતો મેળવી લાખોનો ખર્ચ બચાવવા માટે તાત્કાલિક માં કાર્ડ તૈયાર કરવા કામે લાગ્યા હતા. મફત
 
રીપોર્ટ@પાલનપુર: એમ્બ્યુલન્સમાં જ દર્દીને આપ્યું માં કાર્ડ, યુવા પ્રમુખે બચાવ્યો લાખોનો ખર્ચ

અટલ સમાચાર, પાલનપુર (પ્રિયકાન્ત શ્રીમાળી)

ડીસા પંથકના દર્દીને અચાનક તબિયત બગડતાં દોડધામ મચી હતી. એમ્બ્યુલન્સ દ્રારા સારવાર અર્થે પહોંચે તે પહેલાં ખર્ચની ચિંતા ઉભી થતાં મથામણમાં લાગ્યા હતા. આ દરમ્યાન યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યને જાણ કરતાં આરોગ્ય ટીમ સાથે પહોંચ્યાં હતા. વિગતો મેળવી લાખોનો ખર્ચ બચાવવા માટે તાત્કાલિક માં કાર્ડ તૈયાર કરવા કામે લાગ્યા હતા. મફત સારવાર માટેનું માં કાર્ડ એમ્બ્યુલન્સમાં જ કાઢીને દર્દીની તાત્કાલિક સારવાર શરૂ કરાવી લાખોનો ખર્ચ બચાવ્યો છે. ભાજપ યુવા મોરચા પ્રમુખની સામાજીક સેવાથી દર્દીના પરિવારને મોટી રાહત મળી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@પાલનપુર: એમ્બ્યુલન્સમાં જ દર્દીને આપ્યું માં કાર્ડ, યુવા પ્રમુખે બચાવ્યો લાખોનો ખર્ચ

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કાંતિલાલ ઠક્કરની તબિયત બગડતાં પરિવાર ચિંતાગ્રસ્ત બન્યો હતો. કોવિડ ગાઇડલાઇન અને મહામારીથી બચીને સારવાર કરાવવા દોડ્યા હતા. જોકે બાયપાસ સર્જરી કરવાની સંભાવના વચ્ચે સરેરાશ બે થી અઢી લાખનો ખર્ચ થવાની વાત બની હતી. આથી કાંતિલાલના પરિવારે HNGU સિન્ડિકેટ સભ્ય હરેશ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. કોરોનાકાળે સામાજીક સેવાની તક મળતાં બનાસકાંઠા જીલ્લા ભાજપના યુવા મોરચા પ્રમુખે આરોગ્યની ટીમને જાણ કરી હતી.

રીપોર્ટ@પાલનપુર: એમ્બ્યુલન્સમાં જ દર્દીને આપ્યું માં કાર્ડ, યુવા પ્રમુખે બચાવ્યો લાખોનો ખર્ચ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દર્દીને એમ્બ્યુલન્સ દ્રારા સારવારમાં દાખલ કરતાં પુર્વે તાત્કાલિક માં કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતુ. જેનાથી ICUમાં દાખલ થવાની અને લાખોનો ખર્ચ ઉઠાવવાની ચિંતા દૂર થઇ હતી. દર્દીના પરીવારને સરકારની યોજનાથી અવગત કરાવી તાત્કાલિક કાર્ડ કાઢી આપતાં ઝડપી સારવાર અને લાખોના ખર્ચથી રાહત મળી છે. સમગ્ર કામગીરીમાં યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હરેશ ચૌધરી, જગદીશ અને અનિલ તેમજ આરોગ્ય કર્મચારીઓએ જહેમત કરી હતી.