રીપોર્ટ@પાલનપુર: વહેલી સવારે વરસાદનું આગમન, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોના કહેર વચ્ચે પાલનપુર સહિત બનાસકાંઠા જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. આ તરફ વહેલી સવારથી જ વરસાદ વરસતાં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. આ સાથ દાંતા,વડગામમાં પણ વરસાદ આવ્યો હોઇ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે પાલનપુર શહેરમાં વહેલી સવારે ભારે વરસાદ આવતાં અમુક વિસ્તારોમાં
 
રીપોર્ટ@પાલનપુર: વહેલી સવારે વરસાદનું આગમન, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના કહેર વચ્ચે પાલનપુર સહિત બનાસકાંઠા જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. આ તરફ વહેલી સવારથી જ વરસાદ વરસતાં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. આ સાથ દાંતા,વડગામમાં પણ વરસાદ આવ્યો હોઇ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે પાલનપુર શહેરમાં વહેલી સવારે ભારે વરસાદ આવતાં અમુક વિસ્તારોમાં લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં વહેલી સવારે વરસાદ આવતાં પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠાનાઅનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદનું આગમન થઈ ગયું હતું. જે બાદમાં આજે આખો દીવસ પણ વરસાદ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે પાલનપુરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે સતત બે અઢી કલાક વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ધરાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાલનપુર શહેરના હરીપુરા-મફતપુરા સહિતના વિસ્તારોમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી જતાં મુશ્કેલી સર્જાઇ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં પાલનપુરમાં સૌથી વધુ 97 મીમી, વડગામમાં 65 મીમી અને દાંતામાં 23 મીમી વરસાદ પડ્યો હતો. આ તરફ પાલનપુરમાં સિઝનના પહેલા વરસાદમાં જ લોકોનાં ઘરોમાં પાણી ઘૂસતા પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પડી છે.