રિપોર્ટ@પાટણ: 128 કોરોના શંકાસ્પદોની તબિયત સારી, 225ને મળી રજા

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લામાં હજુસુધી કોરોના પોઝીટીવ એકપણ ન હોવાથી સૌથી મોટી રાહત છે. આ સાથે શંકાસ્પદ કેસો પૈકી 128 ક્વોરોન્ટાઈન હોઇ તેમના રીપોર્ટ બાકી છે. જોકે આ શંકાસ્પદોની પણ તબિયત સારી હોવાથી પાટણ જિલ્લામાં કોરોના વાયરસનો ફફડાટ દૂર થવાની શક્યતા છે. આગામી 5 એપ્રિલે સમગ્ર સ્થિતિ વધુ સ્પષ્ટ બનવાની હોવાથી સૌની નજર છે.
 
રિપોર્ટ@પાટણ: 128 કોરોના શંકાસ્પદોની તબિયત સારી, 225ને મળી રજા

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લામાં હજુસુધી કોરોના પોઝીટીવ એકપણ ન હોવાથી સૌથી મોટી રાહત છે. આ સાથે શંકાસ્પદ કેસો પૈકી 128 ક્વોરોન્ટાઈન હોઇ તેમના રીપોર્ટ બાકી છે. જોકે આ શંકાસ્પદોની પણ તબિયત સારી હોવાથી પાટણ જિલ્લામાં કોરોના વાયરસનો ફફડાટ દૂર થવાની શક્યતા છે. આગામી 5 એપ્રિલે સમગ્ર સ્થિતિ વધુ સ્પષ્ટ બનવાની હોવાથી સૌની નજર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસની ઘૂસણખોરી અટકાવવા તંત્ર અને રહીશો સફળ રહ્યા છે. ગત 15 જાન્યુઆરી પછી તબક્કાવાર વિદેશથી પાટણ આવેલા વ્યક્તિઓ ક્વોરોન્ટાઈન હેઠળ રખાયા છે. આમાંથી 225 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવતાં રજા અપાઇ છે. જ્યારે આજની સ્થિતિએ 128 વ્યક્તિ શંકાસ્પદ હેઠળ હોવાનું સામે આવ્યું છે. પાટણ તાલુકા આરોગ્ય અધિકારીએ આ 128ની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. આથી પાટણ જિલ્લામાં કોરોના વાયરસનો કેસ નથી આવ્યો તે સૌથી મોટી રાહત કહી શકાય.

રિપોર્ટ@પાટણ: 128 કોરોના શંકાસ્પદોની તબિયત સારી, 225ને મળી રજા

સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ 15 જાન્યુઆરી બાદ વિદેશથી આવેલને શંકાસ્પદ ગણવામાં આવ્યા છે. જેમાં પાટણ જિલ્લામાં 353 વિદેશની મુસાફરી કરીને આવેલા છે. આ પૈકી દરેકનો 14 દિવસ બાદ રીપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જોકે આજની સ્થિતિએ પાટણ જિલ્લામાં રાહત હોવાનું જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.