રીપોર્ટ@પાટણ: 8 વર્ષિય બાળકી સહિત 15 દર્દી ઉમેરાયાં, કુલ આંક 928

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર) પાટણ જીલ્લામાં હવે દૈનિક ધોરણે કોરોના વિસ્ફોટ થઇ રહ્યો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં દિવસ દરમ્યાન કુલ 15 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. જેમાં સાંજના સમયે 11 કેસ આવ્યા બાદ મોડી સાંજે નવા 4 દર્દીનો ઉમેરો થતાં જીલ્લાનો કુલ કોરોના આંક
 
રીપોર્ટ@પાટણ: 8 વર્ષિય બાળકી સહિત 15 દર્દી ઉમેરાયાં, કુલ આંક 928

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર)

પાટણ જીલ્લામાં હવે દૈનિક ધોરણે કોરોના વિસ્ફોટ થઇ રહ્યો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં દિવસ દરમ્યાન કુલ 15 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. જેમાં સાંજના સમયે 11 કેસ આવ્યા બાદ મોડી સાંજે નવા 4 દર્દીનો ઉમેરો થતાં જીલ્લાનો કુલ કોરોના આંક 928 પહોંચ્યો છે. આજે નોંધાયેલા દર્દીઓ પૈકી 8 પુરૂષ અને 7 સ્ત્રીઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે કોરોનાના નવા 15 દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે 2 રાઉન્ડમાં નોંધાયેલા કોરોના કેસોમાં પાટણમાં 6, સિદ્ધપુરમાં 2, ચાણસ્મામાં 2, સરસ્વતિમાં 3 તેમજ હારિજ અને શંખેશ્વરમાં 1-1 કેસ એમ મળી કુલ 15 કેસ નોંધાયા છે. આજે જિલ્લાનાં કુલ 9 તાલુકાઓ પૈકી 5 તાલુકામાં કોરોના કેસ નોંધાવા પામ્યા છે. આ સાથે પાટણ જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 928 થઈ જવા પામી છે. જ્યારે અત્યાર સુધી 57 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે.

રીપોર્ટ@પાટણ: 8 વર્ષિય બાળકી સહિત 15 દર્દી ઉમેરાયાં, કુલ આંક 928

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જીલ્લામાં આજે નવા 15 દર્દીઓ ઉમેરાતાં કુલ આંક 928 પહોંચ્યો છે. આજે સરસ્વતિ તાલુકાના અઘારમાં 8 વર્ષિય બાળકીને કોરોના થવા પામ્યો છે. પાટણ શહેરનાં મલ્હારગ્રીન બંગલોઝ, સુંદરમ સોસાયટી જીવનધારા સોસાયટી, સાંઈબાબાનગર સોસાયટી, યશવિહાર સોસાયટી સહિત તાલુકાના રામનગર સોસાયટીમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લનાં કોરોના એ.પી.સેન્ટર બનેલા સિદ્ધપુર શહેરનાં સરસ્વતિનગર સોસાયટી તેમજ સંધ્યા સોસાયટીમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયેલ છે. આ બન્ને કેસ સિદ્ધપુર શહેર અર્બન વિસ્તારમાં નોંધાયેલ છે જે એક ચિંતાજનક બાબત છે.

રીપોર્ટ@પાટણ: 8 વર્ષિય બાળકી સહિત 15 દર્દી ઉમેરાયાં, કુલ આંક 928

આ તરફ ચાણસ્માનાં ધાણોધરડામાં તેમજ વડાવલીમાં પણ કોરોના કેસ નોંધાયેલ છે. આ ઉપરાંત સરસ્વતિનાં અઘારમાં 2 કેસ તેમજ જેસંગપુરામાં 1 કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. શંખેશ્વરનાં સીપુરમાં પણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. હારિજમાં લોહાણાવાડીમાં પણ 1 કેસ પોઝિટીવ નોંધાવા પામ્યો છે. કોરોના મહામારીમાં સરકારે લોકડાઉનના બદલે અનલોક કરી લોકોને ભગવાન ભરોસે છોડી દિધા હોય તેવુ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.