રીપોર્ટ@પાટણ: કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં આજે નવા 16 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણમાં લોકલ સંક્રમણ કાબુ બહાર જઇ રહ્યુ હોઇ દરરોજ નવા દર્દીઓ ઉમેરાતાં હોઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે પાટણ જીલ્લામાં નવા 16 કેસમાં સૌથી વધુ શહેરી વિસ્તારમાં દર્દીઓ સામે આવતાં સંક્રમણની ચેન તોડવી જરૂરી બન્યુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત શરૂ કરી છે.
 
રીપોર્ટ@પાટણ: કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં આજે નવા 16 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણમાં લોકલ સંક્રમણ કાબુ બહાર જઇ રહ્યુ હોઇ દરરોજ નવા દર્દીઓ ઉમેરાતાં હોઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે પાટણ જીલ્લામાં નવા 16 કેસમાં સૌથી વધુ શહેરી વિસ્તારમાં દર્દીઓ સામે આવતાં સંક્રમણની ચેન તોડવી જરૂરી બન્યુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 16 કેસ નોંધાયા છે. આજે પાટણ શહેરમાં નવા 7 કેસ, સરસ્વતી તાલુકાના અઘાર, કિંબુવા અને સરિયદમાં 1-1, રાધનપુર શહેરમાં 2, ચાણસ્મા તાલુકાના કેશણીમાં 1 અને ચાણસ્મા શહેરમાં 1, હારીજ શહેરમાં 1 અને સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામે 1 મળી નવા 16 કેસ નોંધાયા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોક-પમાં મળેલી છૂટછાટો વચ્ચે ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહિ કરવા અને માસ્ક નહિ પહેવારને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા સહિતની કવાયત શરૂ કરી છે.