રીપોર્ટ@પાટણ: આજે નવા 19 દર્દી ઉમેરાયાં, સંક્રમણની ચેન તોડવા દોડધામ

અટલ સમાચાર, પાટણ (દિવ્યાંગ જોષી) કોરોના મહામારી વચ્ચે પાટણ જીલ્લામાં સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આજે 19 નવા દર્દીઓ ઉમેરાતાં જીલ્લાનો કુલ આંક 1833 પહોંચ્યો છે. અનલોકમાં મળેલી છૂટને કારણે આવન-જાવન બેફામ બનતાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ હોઇ નવા કેસો સામે આવી રહ્યા
 
રીપોર્ટ@પાટણ: આજે નવા 19 દર્દી ઉમેરાયાં, સંક્રમણની ચેન તોડવા દોડધામ

અટલ સમાચાર, પાટણ (દિવ્યાંગ જોષી) 

કોરોના મહામારી વચ્ચે પાટણ જીલ્લામાં સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આજે 19 નવા દર્દીઓ ઉમેરાતાં જીલ્લાનો કુલ આંક 1833 પહોંચ્યો છે. અનલોકમાં મળેલી છૂટને કારણે આવન-જાવન બેફામ બનતાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ હોઇ નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે એકસાથે કોરોના વાયરસના નવા 19 દર્દી ઉમેરાયા છે. આજે ચાણસ્મા તાલુકાના ધિણોજમાં 3, વસઇમાં 2 અને જસલપુરમાં 1 કેસ નોંધાયો છે. તો પાટણ શહેરમાં 3 અને સુજનીપુર સબજેલમાં 1‌, શંખેશ્વરમાં 1 અને તાલુકાના કુવારદમાં 1 કેસ સામે આવ્યો છે. તો સમી તાલુકાના બાસ્પા ગામે 2, રાધનપુર શહેરમાં 2, સાંતલપુર તાલુકાના જારૂષામાં 1, હારીજ શહેરમાં 1 અને સિધ્ધપુર શહેરમાં 1 કેસ નોંધાયો છે.