રીપોર્ટ@પાટણ: 2 તાલુકા સંપુર્ણ અસરગ્રસ્ત, તંત્રએ 48 ગામ લેતાં કોંગ્રેસની રજૂઆત

અટલ સમાચાર, રાધનપુર કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ આવેલા ભારે વરસાદને કારણે રાધનપુર-સાંતલપુર તાલુકામાં ખેડૂતોને ભારે નુકશાન થયુ છે. આ તરફ હવે રાધનપુર-સાંતલપુર તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ પ્રાતં અધિકારીને આવેદનપત્ર આપી બંને તાલુકા અસરગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરી છે. નોંધનિય છે કે, ગત દિવસોએ આવેલા ભારે વરસાને કારણે પંથકના ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઇ ગયો છે.
 
રીપોર્ટ@પાટણ: 2 તાલુકા સંપુર્ણ અસરગ્રસ્ત, તંત્રએ 48 ગામ લેતાં કોંગ્રેસની રજૂઆત

અટલ સમાચાર, રાધનપુર

કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ આવેલા ભારે વરસાદને કારણે રાધનપુર-સાંતલપુર તાલુકામાં ખેડૂતોને ભારે નુકશાન થયુ છે. આ તરફ હવે રાધનપુર-સાંતલપુર તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ પ્રાતં અધિકારીને આવેદનપત્ર આપી બંને તાલુકા અસરગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરી છે. નોંધનિય છે કે, ગત દિવસોએ આવેલા ભારે વરસાને કારણે પંથકના ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઇ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુર-સાંતલપુર તાલુકાના કોંગ્રેસે આગેવાનોએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ છે. જેમાં જણાવ્યુ છે કે, ગત દિવસોએ આવેલ ભારે વરસાદને કારણે બંને તાલુકાઓના મોટાભાગના ગામોમાં કૃષિપાકને મોટું નુકશાન થયુ છે. જોકે સરકાર દ્રારા સમગ્ર તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાને બદલે રાધનપુર તાલુકાના 56 ગામોમાંથી માત્ર 25 ગામ અને સાંતલપુર તાલુકાના 76 ગામમાંથી માત્ર 23 ગામને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય તાલુકામાં તમામ જગ્યાએ કૃષિપાકને મોટું નુકશાન થયુ હોવાથી જો બંને તાલુકાને અસરગ્રસ્ત જાહેર નહિ કરાય તો ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની જશે.

રીપોર્ટ@પાટણ: 2 તાલુકા સંપુર્ણ અસરગ્રસ્ત, તંત્રએ 48 ગામ લેતાં કોંગ્રેસની રજૂઆત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે કૃષિપાકોના નુકશાનને લઇ રાધનપુર-સાંતલપુર તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં રાધનપુરના નવીનભાઈ પટેલ, મહેબૂબ ખાન, લવજીભાઈ ઠાકોર, હકાભાઇ ભરવાડ, જગદીશ મફાજી ઠાકોર, કરશનભાઈ ચૌધરી, હમીરજી ઠાકોર, દેવશીભાઈ પટેલ, ભીખાભાઈ ભરવાડ, ચેતનભાઇ ઠાકોર સહિતના આગેવાનોએ પ્રાંત અધિકારી રાધનપુરને આવેદનપત્ર આપી બંને તાલુકાને અસરરગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરી હતી.