રીપોર્ટ@પાટણ: આજે એકસાથે નવા 23 દર્દી કોરોના ખુલ્યાં, સંક્રમણ કાબૂ બહાર

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જતું હોવાથી દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં નવા 23 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી દરરોજ 15થી ઉપરની સંખ્યામાં દર્દીઓ ઉમેરાતાં હોઇ જીલ્લા માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આ તરફ આજના કેસો સહિત જીલ્લામાં અત્યાર
 
રીપોર્ટ@પાટણ: આજે એકસાથે નવા 23 દર્દી કોરોના ખુલ્યાં, સંક્રમણ કાબૂ બહાર

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જતું હોવાથી દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં નવા 23 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી દરરોજ 15થી ઉપરની સંખ્યામાં દર્દીઓ ઉમેરાતાં હોઇ જીલ્લા માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આ તરફ આજના કેસો સહિત જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 1517 પોઝિટીવ કેસ નોંધાઇ ચુક્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે એકસાથે નવા 23 દર્દી ઉમેરાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે સંક્રમણ રોકેટ ગતિએ ફેલાઇ રહ્યુ હોવાથી દરરોજ નવા વિસ્તારોમાં કેસો સામે આવી રહ્યા છે. આજે ચાણસ્મા તાલુકાના રણાસણમાં 1, કંબોઇમાં 2 અને ચાણસ્મા શહેરમાં 3 મળી નવા 6 કેસ સામે આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે સૌથી વધુ કેસ પાટણ શહેર અને તાલુકામાં નોધાયા છે. જેમાં પાટણ શહેરમાં 8 પાટણ તાલુકાના દીગડી અને મોટારામણદામાં 1-1, રાધનપુર શહેરમાં 3, હારીજ શહેરમાં 1, શંખેશ્વર તાલુકાના મુજપુરમાં 1, સમી તાલુકાના વરાણા અને જોરાવરપુરા 1-1 અને સિધ્ધપુર તાલુકાના ગણેશપુરામાં 1 મળી નવા 23 કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી ક્વોરેન્ટાઇ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.