રીપોર્ટ@પાટણ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોના મહામારી વચ્ચે આજે પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક નવીન કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. જેમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિકાલ અને ગત બેઠકના પ્રશ્નોની બહાલી સહિતની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત પાટણના ધારાસભ્ય ડો. કીરિટભાઈ પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા રજુ
 
રીપોર્ટ@પાટણ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના મહામારી વચ્ચે આજે પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક નવીન કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. જેમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિકાલ અને ગત બેઠકના પ્રશ્નોની બહાલી સહિતની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત પાટણના ધારાસભ્ય ડો. કીરિટભાઈ પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નો પર સબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જો કોઈ પ્રશ્ન એકથી વધુ વિભાગોને લગતો હોય તો સંબંધિત વિભાગોને જવાબદારી નક્કી કરીને ત્વરિત નિર્ણય પર આવવા માટે જિલ્લા કલેક્ટરએ તાકીદ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણમાં આજે યોજાયેલ જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓની ફરિયાદોના ઝડપી અને હકારાત્મક નિકાલ માટે કલેક્ટરે તમામ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. સંકલન સમિતિની બેઠકમાં આગામી મહિનામાં યોજાનાર વન મહોત્સવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ મુખ્યમંત્રી બાળસેવા યોજના, અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે યુ-વીન કાર્ડ અંગે માહિતી, નોકરીના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ તથા બાળમજૂરી કાયદા અંગે ચર્ચા કરી એ સબંધે જરૂરી પગલા ભરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

રીપોર્ટ@પાટણ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, ધારાસભ્ય ડો. કીરિટભાઈ પટેલ તથા ચંદનજી ઠાકોર, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ, નિવાસી અધિક કલેકટર એન.ડી.પરમાર, મદદનીશ કલેક્ટરસચિન કુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી તથા પ્રાંત અધિકારીઓ, ચીફ ઑફિસરો અને વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો