રીપોર્ટ@પાટણ: ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર, આજે એકસાથે 9 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લામાં આજે એકસાથે 9 વ્યક્તિને કોરોના પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. પાટણ શહેરમાં 2, સિધ્ધપુર શહેરમાં-1, સિધ્ધપુરના સુજાણપુર અને નાંડોત્રીમાં 1-1, ચાણસ્મા શહેરમાં 1, સાંતલપુરના વારાહી-ડાલડીમાં 1-1, રાધનપુર શહેરમાં 1 મળી નવા 9 દર્દીઓ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોને સેનેટાઇઝ કરવા સાથે શંકાસ્પદો શોધવા નોબત બની
 
રીપોર્ટ@પાટણ: ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર, આજે એકસાથે 9 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લામાં આજે એકસાથે 9 વ્યક્તિને કોરોના પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. પાટણ શહેરમાં 2, સિધ્ધપુર શહેરમાં-1, સિધ્ધપુરના સુજાણપુર અને નાંડોત્રીમાં 1-1, ચાણસ્મા શહેરમાં 1, સાંતલપુરના વારાહી-ડાલડીમાં 1-1, રાધનપુર શહેરમાં 1 મળી નવા 9 દર્દીઓ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોને સેનેટાઇઝ કરવા સાથે શંકાસ્પદો શોધવા નોબત બની છે. આ 9 દર્દીઓના કારણે અનેકને ચેપ થયો હોવાની આશંકાને પગલે ચકચાર મચી ગઇ છે. આવી સ્થિતિમાં કોરોના ગાઇડલાઇન મુજબ હાઇ અને લો રીસ્ક સંપર્કવાળાને શોધવા કવાયત બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં લોકલ સંક્રમણ બેકાબૂ બનતાં દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આજે એકસાથે 9 લોકો કોરોના પોઝિટીવ જાહેર થતાં તેમના સંપર્કમાં આવેલાની શોધખોળ હાથ ધરાઇ છે. આ સાથે કોરોના ગાઇડલાઇન મુજબ દર્દીના એકદમ નજીક અને દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આજે નોંધાયેલા કેસોમાં મોટાભાગે તાવ, ખાંસી, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ સહિતના લક્ષણો જોવા મળ્યા હતા. આ સાથે આજે પોઝિટીવ આવેલા દર્દીઓ સહિત જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 280 કેસ નોંધાયા છે.

રીપોર્ટ@પાટણ: ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર, આજે એકસાથે 9 દર્દી ઉમેરાયાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે પાટણ શહેરના અંબાજી નેળીયાના તિરૂપતિનગરમાં 80 અને 47 વર્ષિય સ્ત્રી કોરોના પોઝિટીવ જાહેર થયા છે. તો સિધ્ધપુર શહેરની સિધ્ધેશ્વરી સોસાયટીમાં 45 વર્ષિય પુરૂષ, તાલુકાના સુજાણપુર ગામે 50 વર્ષિય પુરૂષ અને નાંડોત્રી ગામે 57 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સાંતલપુર તાલુકાના ડાલડી ગામે 35 વર્ષિય પુરૂષ અને વારાહીના નાના પ્રજાપતિવાસમાં 50 વર્ષિય સ્ત્રી, ચાણસ્મા શહેરના નાની વાણીયાવાડમાં 39 વર્ષિય સ્ત્રી અને રાધનપુર શહેરની અયોધ્યાનગર સોસાયટીમાં 52 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.