રીપોર્ટ@પાટણ: કોરોના સંક્રમણ બન્યુ બેફામ, દિવસ દરમ્યાન 8 કેસ આવ્યા

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લામાં બપોર પછી કોરોનાના નવા ત્રણ કેસ સામે આવતાં આજે દિવસ દરમ્યાન 8 કેસ સામે આવ્યા છે. આજે બપોર પછી ચાણસ્માના મણીપુરામાં એક, સિધ્ધપુરમાં એક અને સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામે એક મળી ત્રણ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જીલ્લામાં આજે સવારે નવા પાંચ દર્દીઓ પૈકી ચાર પાટણ શહેરમાં તો એક ચાણસ્મા
 
રીપોર્ટ@પાટણ: કોરોના સંક્રમણ બન્યુ બેફામ, દિવસ દરમ્યાન 8 કેસ આવ્યા

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લામાં બપોર પછી કોરોનાના નવા ત્રણ કેસ સામે આવતાં આજે દિવસ દરમ્યાન 8 કેસ સામે આવ્યા છે. આજે બપોર પછી ચાણસ્માના મણીપુરામાં એક, સિધ્ધપુરમાં એક અને સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામે એક મળી ત્રણ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જીલ્લામાં આજે સવારે નવા પાંચ દર્દીઓ પૈકી ચાર પાટણ શહેરમાં તો એક ચાણસ્મા તાલુકામાં કોરોના કેસ નોંધાયો હતો. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા દર્દીના એકદમ અને દૂર સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આ તરફ હવે જીલ્લામાં કોરોનાનો કુલ આંકડો 251 પહોંચ્યો છે.

પાટણ જીલ્લામાં આજે સવારે કોરોનાના પાંચ કેસ નોંધાયા પછી સાંજના સમયે નવા ત્રણ કેસ આવતા જીલ્લામાં આજે કુલ 8 કેસ નોંધાયા છે. આજે બપોર પછી ચાણસ્મા તાલુકાના મણીપુરા ગામે 30 વર્ષિય પુરૂષ, સિધ્ધપુરના ફુલપુરાની બાજુમાં આવેલી સવગુણનગર સોસાયટીમાં 23 વર્ષિય પુરૂષ અને સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામે 42 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

રીપોર્ટ@પાટણ: કોરોના સંક્રમણ બન્યુ બેફામ, દિવસ દરમ્યાન 8 કેસ આવ્યા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે આઠ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. પાટણ શહેરમાં આવન-જાવન બેફામ બનતાં દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આજે સવારે પાટણ શહરેના મદારસામાં 50 વર્ષિય પુરૂષ, પારેવા સર્કલ વિસ્તારમાં આવેલી વિશ્વધામ સોસાયટીમાં રહેતા 22 વર્ષિય સ્ત્રી, ટેલીફોન એક્ષચેન્જ રોડ પરના શીશ બંગ્લોઝમાં 21 વર્ષિય પુરૂષ અને સિધ્ધપુર રોડ પરના સી.કે.એસ્ટ્રેટના 41 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામના લીમડીવાસમાં પણ 64 વર્ષિય પુરૂષ પણ પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો છે.