રીપોર્ટ@પાટણ: કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું, આજે એકસાથે નવા 26 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) પાટણ જિલ્લામાં કોરોનાની વણથંભી વણઝાર બંધ થવાનું નામ લેતી હોય તેમ આજે નવા 26 કેસ બહાર આવ્યા છે. આજે નોંધાયેલા કોરોના કેસોમાં જિલ્લાના કોરોના એ.પી.સેન્ટર બનેલા સિદ્ધપુર શહેરમાં 6, પાટણમાં 7, શંખેશ્વરમાં 4, સમીમાં 3, હારીજમાં 2, ચાણસ્મામાં 2 જ્યારે રાધનપુર અને સાંતલપુરમાં 1-1 એમ મળી કુલ 26 કેસ નોંધાયા
 
રીપોર્ટ@પાટણ: કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું, આજે એકસાથે નવા 26 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

પાટણ જિલ્લામાં કોરોનાની વણથંભી વણઝાર બંધ થવાનું નામ લેતી હોય તેમ આજે નવા 26 કેસ બહાર આવ્યા છે. આજે નોંધાયેલા કોરોના કેસોમાં જિલ્લાના કોરોના એ.પી.સેન્ટર બનેલા સિદ્ધપુર શહેરમાં 6, પાટણમાં 7, શંખેશ્વરમાં 4, સમીમાં 3, હારીજમાં 2, ચાણસ્મામાં 2 જ્યારે રાધનપુર અને સાંતલપુરમાં 1-1 એમ મળી કુલ 26 કેસ નોંધાયા છે. જિલ્લાના 9 તાલુકા પૈકી 8 તાલુકામાંથી કેસ બહાર આવ્યા છે. આ સાથે પાટણ જિલ્લમાં કોરોના કેસની સંખ્યા 1699 થઈ જવા પામી છે. જ્યારે અત્યાર સુધી 63 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના એકસાથે નવા 26 દર્દી ઉમેરાયા છે. આજે નોંધાયેલા કેસોમા 19 પુરૂષ તેમજ 7 સ્ત્રી દર્દીઓનો સમાવેશ થાય છે. પાટણ શહેરનાં જન્મભૂમિ બંગલોઝ, ગલ્સ હોસ્ટેલ, યુનિવર્સીટી કૅમ્પસ, સૃષ્ટિ હોમ, ગણેશનગર સોસાયટી, ભારતી સોસાયટીમાં કેસ નોંધાયો છે. જ્યારે તાલુકાના બાલીસણા તેમજ ધારપુરમાં પણ કેસ નોંધાયો છે. સિદ્ધપુર શહેરમાં જનરલ હોસ્પિટલમાં,વખારીયાવાસ (રાજપુર), પથ્થરપોળ, રેલ્વે સ્ટેશન (રોકડીયા હનુમાન મંદિર વિસ્તાર)માં કોરોના કેસ બહાર આવ્યા છે. જ્યારે ગોવિદ-માધવ સોસાયટીમાં પણ બે કેસ બહાર આવતા શહેરીજનો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

રીપોર્ટ@પાટણ: કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું, આજે એકસાથે નવા 26 દર્દી ઉમેરાયાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે શંખેશ્વરના પટેલવાસમાં બે કેસ જ્યારે તાલુકાના લોલડા અને શીપુર ગામમાં પણ કોરોના કેસ નોંધાયો છે. સમી તાલુકાના દાદકા ગામમાં તેમજ બાસ્પામાં પણ કોરોના કેસ નોંધાતા ગ્રામજનોમાં ભય પ્રવર્તી રહ્યો છે. હારીજના ચિંતન બંગલોઝ તેમજ સોમનાથ નગરમાં કોરોના કેસ નોંધાયો છે. ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા તેમજ જીતોડામાં કોરોના કેસ નોંધાયો છે. આ ઉપરાંત રાધનપુરની વિરનગર સોસાયટીમાં એક કેસ જ્યારે સાંતલપુરના બકુત્રા ગામે પણ કોરોના કેસ નોંધાયો છે.