આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સંવેદના દિન અંતર્ગત પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાએ તથા નગરપાલિકા કક્ષાએ મળી કુલ 14 સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ યોજાયા

રાજ્યના મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં આયોજીત સંવેદના દિન અંતર્ગત પાટણના નવા શાકમાર્કેટ ખાતે ગૃહરાજ્ય મંત્રીની ઉપસ્થિતમાં જિલ્લા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા મા કાર્ડના લાભાર્થીઓને ગૃહરાજ્ય મંત્રીશ્રીના હસ્તે શૈક્ષણિક કીટ તથા સહાય હુકમનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે મારી સરકાર પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા એમ ચાર આધારસ્થંભ પર કામ કરશે તેવી નેમ વ્યક્ત કરી હતી. જેને સાર્થક કરતાં રાજ્ય સરકાર માનવીય અભિગમ દાખવી નાગરિકોની મુશ્કેલીના નિરાકરણ માટે કામ કરી રહી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

ગુજરાત ગૃહરાજ્ય મંત્રીએ સેવા સેતુ કાર્યક્રમોના આયોજન સંદર્ભે જણાવ્યું કે, વિવિધ સહાયના ફોર્મ ભરવા માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તંત્રના આટાપાટામાં હેરાન ન થવું પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમો થકી જરૂરિયાતમંદોને સામેથી વિવિધ યોજનાઓના લાભ એક સાથે એક સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી હેતુ રાજ્ય સરકારની ભૂમિકા દર્શાવતાં જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતમાં સંક્રમણ દર ઘટે, જરૂરી સારવાર સમયસર ઉપલબ્ધ બને તથા દવાઓ અને ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકારે રાત દિવસ કામ કર્યું છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોના જીવ ગુમાવવાના નુકશાનને ત્રીજી લહેરમાં ઘટાડી શકાય તે માટે રાજ્ય સરકારે આવશ્યક દવાઓના જથ્થા, હોસ્પિટલ્સ, વેન્ટીલેટર્સ સહિતનું આગોતરૂ આયોજન કર્યું છે.

પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ ગૃહ રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોને આવકારી સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ થકી આપવામાં આવતી નાગરિકલક્ષી સુવિધાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ સંગઠન ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, સંગઠનના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ ઉપરાંત રેન્જ આઈ.જી. જે.આર.મોથલીયા, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code