રિપોર્ટ@પાટણ: રોજગાર કચેરી દ્વારા ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણ જિલ્લા રોજગાર અને વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ નામ નોંધણી, રિન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નામ નોંધણી માટે આવનાર ઉમેદવારોએ એલ.સી. તથા જો અનામત જાતિમાં આવતા હોય તો સક્ષમ અધિકારીશ્રીનો જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના તમામ
 
રિપોર્ટ@પાટણ: રોજગાર કચેરી દ્વારા ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણ જિલ્લા રોજગાર અને વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ નામ નોંધણી, રિન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નામ નોંધણી માટે આવનાર ઉમેદવારોએ એલ.સી. તથા જો અનામત જાતિમાં આવતા હોય તો સક્ષમ અધિકારીશ્રીનો જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો અને પ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ, ઈમેઈલ આઈડી તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ સાથે લાવવાના રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ રોજગાર કચેરી દ્વારા આયોજીત કેમ્પની તારીખ અને સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં તા.12/09/2021તાલુકા પંચાયત કચેરી, સિદ્ધપુર, તા.14/09/2021તાલુકા પંચાયત કચેરી, ચાણસ્મા, તા.17/09/2021 ગ્રામ પંચાયત કચેરી, સાંતલપુર, તા.22/09/2021 તાલુકા પંચાયત કચેરી, રાધનપુર ખાતે નક્કી કરાયું છે. જો નોંધણી કેમ્પના દિવસે જાહેર રજા હોય તો તે પછીના સરકારી કામકાજના ચાલુ દિવસે કેમ્પ યોજવામાં આવશે.