રીપોર્ટ@પાટણ: કોરોના કેસમાં વિસ્ફોટક ઉછાળો, આજે બપોર સુધી‌ 11 દર્દી વધ્યાં

અટલ સમાચાર, પાટણ પાટણમાં આજે સવારે કોરોના કેસમાં વિસ્ફોટ ઉછાળો આવ્યો હોય તેમ સવારે 6 કેસ આવ્યા બાદ બપોરે નવા 5 દર્દી સામે આવતાં આજે બપોર સુધી 11 લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજે પાટણ શહેરમાં 3, સિદ્ધપુરમાં 2, રાધનપુરમાં 3, વારાહીમાં 2 અને હારિજમાં 1 કેસ સહિત આજે નવા 11 કેસ નોંધાયા છે.
 
રીપોર્ટ@પાટણ: કોરોના કેસમાં વિસ્ફોટક ઉછાળો, આજે બપોર સુધી‌ 11 દર્દી વધ્યાં

અટલ સમાચાર, પાટણ

પાટણમાં આજે સવારે કોરોના કેસમાં વિસ્ફોટ ઉછાળો આવ્યો હોય તેમ સવારે 6 કેસ આવ્યા બાદ બપોરે નવા 5 દર્દી સામે આવતાં આજે ‌બપોર સુધી 11 લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજે પાટણ શહેરમાં 3, સિદ્ધપુરમાં 2, રાધનપુરમાં 3, વારાહીમાં 2 અને હારિજમાં 1 કેસ સહિત આજે નવા 11 કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 210 કેસ નોંધાઇ ચુક્યા છે. આ સાથે કોરોનાને કારણે 22 લોકોના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે બપોરના સમયે કોરોના વાયરસના નવા 5 કેસ સામે આવતાં હડકંપ મચી ગયો છે. ગઇકાલે એકસાથે 20 કેસ સામે આવ્યા બાદ આજે સવારે 6 અને હવે બપોરે 5 નવા કેસ નોંધાતાં લોકલ સંક્રમણની ચેન તોડવી જરૂરી બની છે. આજે બપોરે આવેલા રીપોર્ટમાં પાટણ શહેરના બુકડચોક વિસ્તારમાં 60 વર્ષિય મહિલા, રાધનપુરમાં દેસાઇવાસમાં 61 વર્ષિય પુરૂષ અને પરા વિસ્તારમાં 30 વર્ષિય સ્ત્રી, વારાહીના ભોજાનીવાસમાં 74 વર્ષિય પુરૂષ અને સિધ્ધપુરના રાજપુરની ધનશ્યામ સોસાયટીમાં 75 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

રીપોર્ટ@પાટણ: કોરોના કેસમાં વિસ્ફોટક ઉછાળો, આજે બપોર સુધી‌ 11 દર્દી વધ્યાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ તમામ દર્દીઓમાં તાવ, ખાસી, શરદી, શ્વાસ લેવામાં તકલિફ, ગળામાં અને માથામાં દુ:ખાવો થતો હોવાનાં લક્ષણો દેખાતા તેઓનું કોરોના સેમ્પલ લેવાયા હતા. પાટણ જિલ્લા માટે અનલોક-1 નાં પિરિયડમાં ગાઈડલાઈનના ચુસ્ત અમલમાં વહીવટીતંત્ર ઊણુ ઉતર્યુ છે. જેને લઇ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ બેફામ બનતા દરરોજ કેસો સામે આવી રહ્યા છે.

આજે સવારે નોંધાયેલા 6 કેસોની વિગત

  • પાટણ શહેરનાં જીણીરેત(નિલમ સિનેમા પાસે)રહેતા 60 વર્ષિય વૃધ્ધ મહિલા
  • અંબિકાનગર સોસાયટી(ચાણસ્મા હાઈવે રોડ)માં રહેતા 49 વર્ષિય પુરુષ
  • સિદ્ધપુર શહેરની શક્તિનગર(નર્સિંગ કોલેજ રોડ)માં રહેતા 37 વર્ષિય પુરુષ
  • હારિજ (જલારામ પાર્ક સોસાયટી)માં રહેતા 65 વર્ષિય વૃધ્ધ પુરુષ
  • વારાહી (સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે)રહેતાં 61 વર્ષિય પુરુષ
  • રાધનપુરનાં કંસારાવાસમાં રહેતા 25 વર્ષિય યુવક