રીપોર્ટ@પાટણ: બિનઉપયોગી બ્લોકમાં દિવસ-રાત લાઇટ ચાલુ, સ્થિતિ બેફામ

અટલ સમાચાર, પાટણ પાટણ નજીક આવેલી ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બેદરકારી હવે બેફામ તરફ જતી હોવાનું સામે આવ્યુ છે. અગાઉ અટલ સમાચાર ડોટ કોમ દ્રારા ગંદકી અને વીજળીના વ્યય સંદર્ભે અહેવાલ પ્રસારિત કર્યા બાદ ચોંકાવનારી બાબત સામે આવી છે. કરોડોના ખર્ચે બનાવાયેલા બિલ્ડિંગમાં હજી પણ દિવસ-રાત બિનજરૂરી વીજળીનો વ્યય થઇ રહ્યો છે. જવાબદારી સામે
 
રીપોર્ટ@પાટણ: બિનઉપયોગી બ્લોકમાં દિવસ-રાત લાઇટ ચાલુ, સ્થિતિ બેફામ

અટલ સમાચાર, પાટણ

પાટણ નજીક આવેલી ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બેદરકારી હવે બેફામ તરફ જતી હોવાનું સામે આવ્યુ છે. અગાઉ અટલ સમાચાર ડોટ કોમ દ્રારા ગંદકી અને વીજળીના વ્યય સંદર્ભે અહેવાલ પ્રસારિત કર્યા બાદ ચોંકાવનારી બાબત સામે આવી છે. કરોડોના ખર્ચે બનાવાયેલા બિલ્ડિંગમાં હજી પણ દિવસ-રાત બિનજરૂરી વીજળીનો વ્યય થઇ રહ્યો છે. જવાબદારી સામે સત્તાધિશોની ભુમિકા અત્યંત નિરાશાજનક અને નિષ્ફળ હોવાનો સવાલ સૌથી મોટો બની ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ધારપુર ગામે આવેલ રાજ્ય સરકારની મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સત્તાધિશો ગંભીર સવાલો વચ્ચે આવ્યા છે. હોસ્પિટલમાં સમાવિષ્ટ કુલ 8 પૈકી અનેક બ્લોક શરૂઆતથી જ ધૂળ ખાઇ રહ્યા છે. જેમાં G નામના બ્લોકની સનસનીખેજ વિગતોનો અહેવાલ અટલ સમાચાર ડોટ કોમ દ્રારા પ્રસિધ્ધ કર્યા બાદ માત્ર બચાવની સ્થિતિ લઇ બેજવાબદારી છતી કરી છે. અહેવાલના ત્રણ દિવસ બાદ પણ બિનઉપયોગી બ્લોકમાં દિવસ અને રાત લાઇટો ચાલુ રખાઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હોસ્પિટલના અધિક્ષક યોગેશ ગૌસ્વામીએ નિયમોનો હવાલો આપી બિનઉપયોગી બ્લોકમાં સફાઇ ન હોવાનું સ્પષ્ટ કર્યુ હતુ. જોકે સ્વચ્છ ભારત અભિયાન વચ્ચે તોતિંગ બ્લોકમાં ગંદકીએ માઝા મુકી હોઇ વિરોધાભાસી સ્થિતિ બની છે. આ સાથે બ્લોકના અનેક રૂમમાં લાઇટો ચાલુ રહેતી હોઇ વીજળીના સદઉપયોગ સામે હોસ્પિટલ સંચાલકો બેફામ હોવાનો ઘટસ્ફોટ થયો છે.