રીપોર્ટ@પાટણ: જીલ્લાના તમામ તાલુકામાં આજે નવા કેસ, 25 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ(હર્ષલ ઠાકર) પાટણ જીલ્લાના તમામ તાલુકાઓમાં આજે કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા છે. જીલ્લામાં આજે એકસાથે નવા 25 દર્દીઓ ઉમેરાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે નોંધાયેલા કેસો સાથે જીલ્લાનો અત્યાર સુધીનો કુલ આંક 913 પહોંચ્યો છે. આજે સાંજના સમયે 19 કેસ નોંધાયા બાદ મોડીસાંજે બીજા 6 દર્દી ઉમેરાતાં દિવસ
 
રીપોર્ટ@પાટણ: જીલ્લાના તમામ તાલુકામાં આજે નવા કેસ, 25 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ(હર્ષલ ઠાકર)

પાટણ જીલ્લાના તમામ તાલુકાઓમાં આજે કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા છે. જીલ્લામાં આજે એકસાથે નવા 25 દર્દીઓ ઉમેરાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે નોંધાયેલા કેસો સાથે જીલ્લાનો અત્યાર સુધીનો કુલ આંક 913 પહોંચ્યો છે. આજે સાંજના સમયે 19 કેસ નોંધાયા બાદ મોડીસાંજે બીજા 6 દર્દી ઉમેરાતાં દિવસ દરમ્યાન કુલ 25 નવા કેસ સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે એકસાથે નવા 25 દર્દીઓ ઉમેરાતાં ખળભળાટ મચી ગયો છે. આજે પાટણમાં 7, સિદ્ધપુરમાં 5, ચાણસ્મામાં 7 તેમજ સમી, શંખેશ્વર, હારિજ, સરસ્વતિ, રાધનપુર અને સાંતલપુરમાં 1-1 કેસ મળી મળી કુલ 25 કેસ નોંધાયા છે. આમ સમગ્ર પાટણ જિલ્લામાં કોરોના કહેર એક્ટિવ છે તે કહેવુ અતિશયોક્તિભર્યુ નથી. આ સાથે પાટણ જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 913 થઈ જવા પામી છે. જ્યારે અત્યાર સુધી 57 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે.

રીપોર્ટ@પાટણ: જીલ્લાના તમામ તાલુકામાં આજે નવા કેસ, 25 દર્દી ઉમેરાયાં

પાટણ જીલ્લામાં આજે 13 પુરુષ અને 12 સ્ત્રીઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજે પાટણ શહેરનાં હિંગળા ચાચર, સારથીનગર (2 કેસ), જયવીરનગર, યશ ટાઉનશીપ તેમજ તાલુકાના બોરસણ અને હાંસાપુરમાં પોઝિટીવ કેસ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લનાં કોરોના એ.પી.સેન્ટર બનેલા સિદ્ધપુર શહેરનાં શક્તિનગર સોસાયટી, ઉમિયાનગર સોસાયટી, ફુલપુરા, સરસ્વતિ સોસા અને સનનગર સોસાયટીમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયેલ છે. આ પાંચેય કેસ સિદ્ધપુર શહેર અર્બન વિસ્તારમાં નોંધાયેલ છે જે એક ચિંતાજનક બાબત છે. ચાણસ્માં ગ્રામ્યમાં આજે નોંધાયેલ 7 કેસમાં ધાણોધરડા અને છમીશામાં 2-2 કેસ તેમજ મણિયારી અને વડાવલીમાં પણ કોરોના કેસ નોંધાયેલ છે.

રીપોર્ટ@પાટણ: જીલ્લાના તમામ તાલુકામાં આજે નવા કેસ, 25 દર્દી ઉમેરાયાં

આ ઉપરાંત સમીનાં વરાણા, શંખેશ્વરના ટુવડ, હારિજનાં કુંભાણા, સરસ્વતિનાં અઘાર, સાંતલપુરનાં હમીરપુરા તેમજ રાધનપુર શહેરનાં યાયત્રી મંદિર પાસેનાં વિસ્તારમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાવા પામ્યો છે. જિલ્લામાં જે સ્થળે માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન કાર્યરત છે તેમાં મોટે ભાગે તમામ સ્થળે જીઆરડી અને હોમગાર્ડઝ જ ફરજ બજાવી રહ્યા છે. આવા ઝોન વિસ્તારમાં લોકડાઉનની ચુસ્ત અમલ વારીના નામે અનેક લાપર વાહીઓ રખાતી હોવા અંગે અનેક વાર અખબારી અહેવાલો પ્રસિધ્ધ થયા હોવા છતાંય તંત્ર ક્યારે સક્રીય બનશે તે સમજાતુ નથી.? આ પ્રશ્ન ના નિવારણ માટે પાટણ કલેકટર દ્ધારા જિલ્લાના તમામ ઝોનનુ દિવસ અને રાતના સમયે સરપ્રાઈઝ ચેંકીંગ કરવા પોલીસ અને આરોગ્યના અધિકારીઓને કડક સુચન કરે તે અત્યંત જરૂરી છે.